Gujarat

આજે યુનો ઘોષિત  ૯મી ઓગસ્ટ,આંતરરાષ્ટ્રીય  વિશ્વ આદિવાસી દિવસઆદિવાસી ઓ દ્વારા ઠેર ઠેર ધામધૂમથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ઓ કરાશે.*                   

સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા બ્રાઝિલ ના રીયોડીજાનેરો ખાતે ૧૯૯૨ માં યોજાયેલ પ્રુથ્વી પરિષદ માં  આદિવાસીઓને તેમના બંધારણીય અધિકારો અને માનવીય મુલ્યો અને તેમની જ્ઞાન પરંપરાઓ તથા માનવીય સર્વગ્રાહી વિકાસ માટે તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ તેમજ તેમની બેનમૂન આદિવાસી જીવન પધ્ધતિઓ થકી સ્વાવલંબી અને તંદુરસ્ત જીવન જીવવા માટે વિશ્વ આખા ને પ્રેરણા મળે અને દુનિયામાં માનવ સહિત સમગ્ર જીવ સૃષ્ટિ ના સહ અસ્તિત્વ અને કલ્યાણ અર્થે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations organization) (યુનો) દ્વારા ૧૯૯૨ ના વર્ષમાં યુનો સાથે સંકળાયેલા દુનિયા ના દેશો ની પ્રુથ્વી પરીષદ યોજાય હતી, યોજાયેલ પરિષદ માં દુનિયાભરમાંથી આવેલા ૧૭૮ થી વધુ દેશોના વડાઓ, અર્થશાસ્ત્રી ઓ, વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, બુદ્ધિજીવીઓ અને આદિવાસી કર્મવિરો ની ઉપસ્થિતિ માં યોજાયેલ પ્રુથ્વી પરિષદ ની ગહન ચિંતન અને ચર્ચા ના અંતે વર્ષ ૧૯૯૩ થી વિશ્વ આખા માં આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ની ઘોષણા કરવામાં આવી હતી.
ખાસ ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી અનુક્રમે ૨૦૧૯ માં ભારે વરસાદ નાં કારણે તથા વર્ષ ૨૦૨૦/૨૧ કોરોના ની વકરેલી સ્થિતિ નાં કારણે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી સુવ્યવસ્થિત રીતે ઊજવી શકાય નહોતી અને આ વર્ષે ગયા આગામી ત્રણ વર્ષ જેવી કાંઈ અડચણો ન હોવાનાં કારણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સંદર્ભે ભારે ઉત્સુકતા અને થનગનાટ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે દરેક વિસ્તારોમાં સુવ્યવસ્થિત રીતે આગોતરું આયોજન પણ કરી લેવામાં આવ્યું છે.
       છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિ સામે ઝઝુમી રહ્યું છે અને દુનિયા ના દરેક દેશો પ્રક્રુતિ સુરક્ષા માટે લડી રહ્યા છે જેમાં ભોગવાદી જીવન શૈલીઓ અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ ના લીધે માનવ સભ્ય સંસ્કૃતિનું નિકંદન નીકળી રહ્યું છે, ભોગવાદી જીવન શૈલીઓ ના કારણે માણસે પોતાની ભૌતિક સુવિધાઓ ની ઘેલછા માં વિકાસ ના નામે  પ્રક્રુતિના શોષણ અને હનન થકી માનવ જીવન સહિત સમગ્ર જીવ સૃષ્ટિ પર અને પ્રુથ્વી પર જેની ગહરી અસર જોવા મળી રહી છે, બીજું કે આધુનિક ઔધોગિક વિકાસના નામે પ્રક્રુતિ ને ભારે નુક્સાન પહોંચી રહ્યું છે, જેના કારણે અકુદરતી રીતે પર્યાવરણમાં ભારે ફેરબદલ થવાથી દુનિયા માં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, ભૂસ્ખલન, આંધી, તોફાન, વધુ ગરમી, વધુ ઠંડી વગેરે જેવી સ્થિતિ સર્જાતી રહે છે.
      જેમાં કોરોના મહામારી નું ઉદ્દભવ સ્થાન પણ  વૈશ્વિક ભૌતિક સુવિધાઓ ની ઉપલબ્ધિઓ માટે કરવામાં આવેલ પ્રક્રુતિના શોષણ અને પ્રક્રુતિ હનન જ કહી શકાય  તે વાત પણ નકારી શકાય તેમ નથી, અને હાલ વૈશ્વિક કોરોના મહામારીએ દુનિયાનાં ગાલ પર  થપ્પડ મારી વહેલી તકે જાગે તે માટે એલાર્મ વગાડી દીધું છે, દુનિયા ના વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, બુદ્ધિજીવીઓ આ વાત ને લઇ ભારે ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે યુનો ઘોષિત આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિને સૌએ એક વૈચારિક ક્રાંતિ થકી વૈચારીક આંદોલન ચલાવી દુનિયા એટલે કે પ્રુથ્વી પર તંદુરસ્ત માનવ જીવન સહિત સમગ્ર જીવ બચાવવા નાં ભાગરૂપે પ્રક્રુતિ સુરક્ષા હેતુ, પ્રક્રુતિ સુરક્ષા એ વિશ્વ સુરક્ષા નો મંત્ર લઇને એકતા, અસ્મિતા, આત્મસન્માન, આદિવાસી સંસ્કૃતિ, અને પરંપરાઓ, આદિવાસી જીવન શૈલીઓ, ઈતિહાસ, સ્વાવલંબન, સહઅસ્તિત્વ, સહકાર્ય, થકી પ્રક્રુતિ સુરક્ષા કરીને માનવ કલ્યાણ અને સમગ્ર જીવ સૃષ્ટિ ની સુરક્ષા માટે ગામ ફળીયે થી લઇ સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રકૃતિ સંવર્ધન અને સંરક્ષણ માટે વિશ્વ વ્યાપી ઝુંબેશ શરૂ કરવું અનિવાર્ય બની ગયું છે.
       એક તરફ  પશ્ર્ચિમી બખળ સંસ્કૃતિ ના પડી રહેલા ઘાતક પ્રભાવ ના કારણે દેશની સભ્ય સંસ્કૃતિ  પણ જોખમાય રહી છે જે ખુબ ગંભીર બાબત છે, અને તેના કારણે માનવ મૂલ્યો, સાંસ્કૃતિક વારસો જાળવી રાખવું પણ અત્યંત અઘરું બની રહ્યું છે, જેની જાળવણી કરવી આવનારી પેઢીઓ માટે કપરા ચઢાણ બની શકે છે.
 એક બાજુ કુદરતી સંસાધનો ની જાળવણી અને માવજત ના બદલે ઉઘાડી લૂંટ જીવ સૃષ્ટિ નો નાશ તેમજ મોટાપાયે આદિવાસી ઓ નું વિસ્થાપન જેવી અનેક પ્રકારની સમસ્યાઓ સ્થિર થઈ રહી છે, ત્યારે આદિવાસી અસ્મિતા આત્મસન્માન આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પરંપરા ઓ આદિવાસી ઓળખ, આદિવાસી ઓ ની જીવન શૈલીઓ, જીવનમૂલ્યો, જીવન દર્શન,કલાઓ, હુન્નર- કૌશલ્ય, બોલી- ભાષા,ગીત- સંગીત સહિત આદિવાસી વાધ્યો, આદિવાસી નૃત્યો,એ બધું જૂના જમાનાની કહાની સમાન બની રહેશે તેમ લાગી રહ્યું છે, ત્યારે આ બધું સહી સલામત રીતે ટકી રહે તેવા આશયથી જ યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવા નું જાહેર કરવામાં આવ્યું છે જેથી પુરી દુનિયામાં આદિવાસી ઓ ગામ ફળીયે, તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએ અનુકૂળતા મુજબ એકત્રિત થઈ પોતાની આગવી આદિવાસી સંસ્કૃતિ ની ઝાંખી કરાવી દુનિયા ને સ્વાવલંબી તથા વધુ માં વધુ સારું, તંદુરસ્ત અને લાંબુ આયુષ્ય કઇ રીતે જીવી શકાય તે સંદેશો આપતો વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કાર્યક્રમ ભારત સહિત દુનિયાના દરેક આદિવાસી વસ્તી ધરાવતા દેશોમાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
 અહીં ખાસ ઉલ્લેખનીય છે કે   કેટલાક વર્ષોથી સરકાર દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવા ની શરૂઆત કરવામાં આવી છે જે આનંદ ની વાત કહી શકાય પરંતુ આદિવાસી દિવસ ની ઉજવણી નો મૂળ હેતુ પ્રક્રુતિ સુરક્ષા અને આદિવાસી સંસ્કૃતિ, પરંપરા ઓ, આદિવાસી ઓળખ, આદિવાસી વિસ્તારોમા સ્થિર થઇ રહેલી સમસ્યાઓ અને તેના નિવારણ  બાબતે ગહન ચિંતન મંથન થકી સમસ્યાઓ નિવારણ ની જાગ્રતતા નો એક ભાગ છે તેમ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ નાં વાલસિંહ ભાઈ રાઠવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220808-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *