Gujarat

તા. ૧૩/૦૮/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર  જિલ્લા મથકે તેમજ તાલુકા મથકોએ લોક અદાલત યોજાશે 

આગામી તા. ૧૩/૦૮/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલી જિલ્લા ન્યાયાલય અને તાલુકા મથકોએ આવેલી તાલુકા ન્યાયાલયોમાં રાજય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાં અદાલતમાં દાખલ થયેલા કેસો  અને અદાલતમાં દાખલ થાય તે પહેલા કેસો હાથ પર લેવામાં આવશે. જેમાં ફોજદારી સમાધાન લાયક, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતરને લગતા, લગ્ન વિષયક, મજૂર અદાલતના, જમીન સંપાદનને લગતા અને ઇલેકટ્રીસીટી અને પાણીના બીલો, રેવન્યુ તેમજ દિવાની પ્રકારના સમાધાન લાયક કેસો હાથ પ્ર લેવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, છોટાઉદેપુરના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. પી.વી.શ્રીવાસ્તવ દ્વારા પક્ષકોરોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, લોક અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બંને પક્ષકારોને લાભ કરતા છે, બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસોનો નિકાલ થાય છે કોઇ વિજયનો વિજય નહીં તેમજ કોઇનો પરાજય નહીં તેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે. તે કારણસર પક્ષકારો વિવાદમુકત બને છે. પક્ષકારોની સમજણ અને સમજૂતિથી કેસનો નિકાલ આથી અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે છે.
તા. ૧૩/૦૮/૨૦૨૨ના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રિય ભાગ લેવા અને જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં મુકવા માંગતા હોય તેઓએ તેઓના વકીલ મારફત અથવા સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકશે. આ લોક અદાલતને સફળ બનાવવા આર.ડી.પાંડે ઇ/ચા ફુલટાઇમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, છોટાઉદેપુર તરફથી અનુરોધ કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *