આગામી તા. ૧૨/૦૮/૨૦૨૨થી તા. ૧૧/૦૯/૨૦૨૨ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવશે.
મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા તા. ૧૨/૦૮/૨૦૨૨થી તા. ૧૧/૦૯/૨૦૨૨ દરમિયાન નકકી કરવામાં આવેલી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે વ્યક્તિની ઉંમરના ૦૧/૧૦/૨૦૨૨ના રોજ કે તે પહેલા ૧૮ વર્ષ પુરા થતા હોય તેઓના નામ મતદાર યાદીમાં નોંધણી કરવામાં આવશે. તેમજ જે નાગરિકોના નામો પહેલાથી મતદાર યાદીમાં નોંધાયેલા છે પરંતુ સુધારા-વધારા કરવા તથા જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા લગ્ન કે અન્ય કારણસર સ્થળાંતરિત થયેલા છે તેમના નામ કમી કરવા, સરનામું બદલવા જેવી કામગીરી કરવામાં આવશે.
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા. ૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર), તા. ૨૮/૦૮/૨૦૨૨ (રવિવાર), તા. ૦૪/૦૯/૨૦૨૨ (રવિવાર) અને તા. ૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર)ને ખાસ ઝુંબેશના દિવસો નકકી કરવામાં આવ્યા છે. આ ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન તમામ મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર(બી.એલ.ઓ) ફરજીયાત હાજર રહી હકક દાવા, વાંધા અરજીઓ સ્વીકારશે.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ડીજીટલ માધ્યમથી પણ થાય તેવી સુવિધા આપવામાં આવી છે. જેમાં વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત www.voterportal.eci.gov,in અને www.nvsp.in પર આ સુવિધા મળશે. જયારે વધુ માહિતી માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરી શકાશે.
જિલ્લાના તમામ નાગરિકો કે જેઓની ઉંમરના તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ અથવા તે પહેલા ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા તમામ નાગરિકોને આ ખાસ ઝુંબેશના દિવસો દરમિયાન પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્યપણે દાખલ કરાવવા ખાસ અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ તરફથી કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
