Delhi

ટાટા મોટર્સએ ૭૨૬ કરોડમાં ખરીદ્યો ફોર્ડનો સાણંદ પ્લાન્ટ

નવીદિલ્હી
ટાટા મોટર્સે ફોર્ડ ઇન્ડિયાના સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને રુ.૭૨૫.૭ કરોડમાં ખરીદવાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા મોટર્સે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું કે તેની સબ્સિડરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી અને ફોર્ડ ઇન્ડિયા પ્રા. લિ. વચ્ચે ગુજરાતના સાણંદમાં સ્થિત આ પ્લાન્ટને ખરીદવા માટે એક યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત એલિજિબલ કર્મચારીઓને પણ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ડીલ અંતર્ગત ભારતીય ઓટો કંપની ટાટા મોટર્સ ફોર્ડ ઇન્ડિયાના એસેટ્‌સનું અધિગ્રહણ કરશે, જેમાં જમીન અને બિલ્ડિંગ, મશીનરી અને ઇક્વિપમેન્ટ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સામેલ છે. ટાટા મોટર્સે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે આ એસેટ ટ્રાન્સફર ડીલમાં ફોર્ડ ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટમાં કાર્યરત એલિજિબલ કર્મચારીઓનું ટ્રાન્સફર કરવાનું પણ સામેલ છે. આ ડીલ મુજબ ફોર્ડ પોતાના પાવર ટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાંટનું સંચાલન ચાલુ જ રાખશે. તેના માટે તે ્‌ઁઈસ્ન્ પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ડનું બિલ્ડિંગ્સ અને જમીન ફરી લીઝ પર લેશે. ટાટા મોટર્સની સબ્સિડરી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતા ફોર્ડ ઇન્ડિયાના તમામ એલિજિબલ કર્મચારીઓને રોજગાર આપવા માટે પણ સહમત થઈ છે. ગુજરાત સરકાર, ્‌ઁઈસ્ન્ અને હ્લૈંઁન્ આ ડીલ સાથે જાેડાયેલ તમામ જરુરી મંજૂરીઓમાં સહયોગ આપવા માટે પહેલા જ ૩૦ મે ૨૦૨૨ના રોજ ત્રિપક્ષીય કરાક કરી ચૂક્યા છે. ટાટા મોટર્સે કહ્યું કે આ ડીલ તમામ સ્ટેકહોલ્ડર્સ માટે ફાયદાની વાત છે. સાણંદ પ્લાન્ટની નિર્માણ ક્ષમતા વાર્ષિક ૩ લાખ યૂનિટ છે. જેને વધારીને વાર્ષિક ૪.૨ લાખ યુનિટ કરી શકાય છે. કંપનીએ કહ્યું કે, ટાટા મોટર્સ હાલના અને ભવિષ્યના વ્હીકલ્સ પ્લેટફોર્મ્સને અપનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્લાન્ટમાં ફેરફારરુપ જરુરી રોકાણ પણ કરશે. આ પ્લાન્ટમાં ૩,૦૪૩ લોકો પ્રત્યક્ષ અને લગભગ ૨૦૦૦૦ લોકો પરોક્ષ રીતે રોજગાર મેળવે છે. ફોર્ડ ઇન્ડિયાનો સાણંદ પ્લાન્ટ લગભગ ૩૫૦ એકરમાં ફેલાયેલો છે. જ્યારે એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગભગ ૧૧૦ એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે મે મહિનામાં ટાટા મોટર્સને ફોર્ડના પેસેન્જર કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ટેકઓવરની મંજૂરી મળી હતી. જે બાદ આ પ્રસ્તાવને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી પણ મળી હતી. મહત્વનું છે કે ફોર્ડ કંપનીએ ગત વર્ષે ભારતમાંથી પોતાનો કારોબાર સંકલેવાની જાહેરાત કરી હતી.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *