અંબાજી
દાંતા તાલુકામાં અસામાજિક તત્વો ફળી ફૂલી રહ્યા છે, તો તાલુકામાં આવેલી પોલીસ એમને રોકવામાં નાકામ સાબિત થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. આજે પાલનપુર ન્ઝ્રમ્ દ્વારા દાંતામાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડયા હતા. પાલનપુર એલસીબીની સરાહનીય કામગીરી જાેવા મળી રહી છે, તો પોલીસની નાકામી પણ સાબિત થઈ રહી છે .પોલીસ દ્વારા કેમ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રોકી શકતા નથી, તેવા સવાલો ઉભા થઇ રહ્યાં છે. આજે પાલનપુર એલસીબીની કામગીરીમાં દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારથી જુગાર રમતા ચાર ઈસમોને પકડી દાંતા પોલિસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે. દાંતા વિસ્તારમાં જુગારીયો જાેડેથી ૧૫૮૨૦ રોકડ રૂપિયા સાથે અન્ય સામગ્રી સાથે કુલ ૧૬૮૨૦ રૂપયાનો મુદ્દા માલ સાથે પાલનપુર એલસીબીએ ઝડપી પાડ્યા હતા.


