ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના આપેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓને હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લાં એક વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી બોડેલી બસ સ્ટેશન ખાતે આવેલ હોય તેવી મળેલ હકીકત આધારે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો બોડેલી બસ સ્ટેશન ખાતે વોચ નાકાબંધી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન થર્ડ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૧૦૫૮૧/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫ ઇ,૯૮(૨),૮૧,૮૩ મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી અક્ષયભાઇ ગોપાલભાઇ બારીયા રહે.ચાચક તા.બોડેલી જી.છોટાઉદેપુર નાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


