Gujarat

રક્ષાબંધન નિર્ણય:- ગુરૂવાર તા:-૧૧/૦૮/૨૨ ના રોજ  રક્ષાબંધન ઉજવાશે………

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા
પિયુષ ધારા નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે…..
स्वर्गे भद्रा शुभं कुर्यात् पाताले च धनागम ।
मृत्यु लोके  स्थिता भद्रा सर्वकार्य विनाशनी।।
અર્થ:- જ્યારે ભદ્રાનો વાસ સ્વર્ગલોક અથવા પાતાળલોકમાં  હોય ત્યારે ભદ્રા શુભફળ પ્રદાન કરે છે. જ્યારે ‌પૃથ્વીલોકમાં વાસ હોય ત્યારે અશુભ ફળ આપે છે. મૂહુર્ત માર્તણ્ડ નામના ગ્રંથમાં પણ‌ કહેવામાં આવ્યું છે..‌.
भुलोकेस्था सदा त्याज्या
स्वर्ग-पातालगा शुभा।।
પૃથ્વી લોક પર ભદ્રાનો વાસ હોય ત્યારે શુભ કાર્ય નો હંમેશા ત્યાગ કરવો જ્યારે સ્વર્ગ અને પાતાળમાં ભદ્રાનો વાસ હોય ત્યારે શુભ કર્મ થઈ શકે છે.
આનાથી સ્પષ્ટ થાય છે કે મેષ વૃષભ મિથુન કન્યા તુલા વૃશ્ચિક ધન અને મકર રાશિમાં ચંદ્રમાં હોય ત્યારે ભદ્રાનો વાસ સ્વર્ગ અને પાતાળમાં હોય છે આથી આ સમયગાળા દરમિયાન શુભકર્મ થઈ શકે છે.
ગુરૂવાર તા:-૧૧/૦૮/૨૨ના સવારે ૧૦:૩૯ મિનિટ સુધી  ચૌદસ છે પછી પૂનમનો પ્રારંભ થાય છે અને શુક્રવાર તા:-૧૨/૦૮/૨૩ના સવારે ૦૭:૦૬ મિનિટ સુધી પૂનમછે અને પછી એકમનો ક્ષય છે.
રાખડી બાંધવામાં અને જનોઈ બદલવામાં ભદ્રાનો દોષ લાગતો હોય છે પણ આવખતે ચંદ્રમાં મકર રાશિમાં છે અને વિષ્ટીકરણ એટલેકે ભદ્રાનો વાસ પાતાળમાં હોવાને લીધે ગુરૂવાર તા:-૧૧/૦૮/૨૨ ના સવારે ૧૦:૩૯ પછી દરેક બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધવી અને જનોઈ બદલવી અતિશુભ ઉત્તમ અને શ્રેષ્ઠ રહેશે.
રાખડી બાંધવાના શુભ મુહૂર્ત ચોઘડિયા પ્રમાણે તથા શુભ સમય પ્રમાણે  અભીજીત મૂહુર્ત બપોરે ૧૨:૨૬ થી ૧:૧૮,સવારે  ચલ ૧૧:૧૫ થી ૧૨:૫૨, બપોરે લાભ ૧૨:૫૨ થી ૨:૨૯, અમૃત ૨:૨૯ થી ૪:૦૬, સાંજે  શુભ ૫:૪૩ થી ૭:૨૦, પ્રદોષ કાળ પ્રમાણે સાંજે ૭:૨૧ થી ૮:૪૯.
શાસ્ત્રી શ્રીજીતેન્દ્રભાઈ ખીરા
(ભાગવતાચાર્ય જ્યોતિષ)
શાસ્ત્રી અનિલભાઈ ખીરાના
(M.A.,B.ED.)
(ASTROLOGY AND VASTU)
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
રક્ષાબંધનનો મંત્ર:-
રક્ષા બાંધતા સમયે આ મંત્ર‌બોલવો…..
येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:। तेन त्वामभि बध्नामि रक्षे मा चल मा चल।।
 અર્થ:-
દાનવોના રાજા મહાબલી એવા  બલીરાજા જેનાથી બંધાયા હતા એનાથી હું તને બાંધુ છું‌,હે રક્ષા (રક્ષાસુત્ર ) તું ચલાયમાન ન થા, ચલાયમાન ન થા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *