Gujarat

કઠલાલ તલાટી અને વીસીએ દ્વારા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ.

લોકેશન, ખેડા-કઠલાલ
રીપોર્ટર.મકસુદ કારીગર
કઠલાલ તાલુકામાં આવેલ ૫૨ ગ્રામ પંચાયતોના તલાટી મિત્રો તથા વીસીએ મિત્રો દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે,જે અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમને લઈ બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.કઠલાલ તાલુકાના તલાટી મિત્રો અને વીસીએ મંડળ દ્વારા કઠલાલના સંન્યાસ મહાદેવ મંદિર થી આ બાઈક રેલી શરૂ કરવામાં આવી હતી,તેમજ આ રેલી તિરંગા ઝંડા સાથે કઠલાલ ના મુખ્ય બજાર તેમજ પીઠાઈ,સરાલી અને છીપડીથી પરત કઠલાલ ચાર રસ્તા ખાતે પહોંચી હતી.આ રેલીમાં કઠલાલ તાલુકા ના તલાટી મિત્રો અને વીસીએ તથા સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયો હતો. આ બાઈક રેલી થી સમગ્ર વાતાવરણ વંદે માતરમ અને જય હિન્દના નાદ થી ગુંજી ઉઠ્યું હતું.

IMG-20220812-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *