Gujarat

જેતપુરના વાડાસડા અને ખીરસરા ગામે જુગાર રમતા બે મહિલા સહિત ૧૫ પકડાયા  ૧૨ હજારની રોકડ કબજે કરતી પોલીસ

જેતપુર તાલુકાના વાડાસડા અને ખીરસરા ગામે જુગારના બે દરોડામાં બે મહિલા સહિત ૧૫ શખ્સોને રૂ.૧૨ હજારની રોકડ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .
જાણવા મળતી વિગત મુજબ , જેતપુર તાલુકાના વાડાસડા ગામે આંબેડકરનગરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા અજય મોહન રાઠોડ , ભુપત સાજણ ખુમાણ , પ્રભાત પીઠા ખુમાણ , ભરત જીવરાજ ખુમાણ , પ્રતાપ મોહન ખુમાણ , નારણ સોમા ખુમાણ , રમાબેન ધીરુભાઈ ખુમાણ અને હંસાબેન મોહનભાઈ રાઠોડને ઝડપી લઈ પટમાંથી રૂા.૧૦૩૦ ની રોકડ કબ્જે કરી હતી
જ્યારે બીજા દરોડામાં ખીરસરા ગામે વોંકળીના સામાકાંઠે દરોડો પાડી પત્તા ટીંચતા પ્રવિણ ગીગા ચાવડા , જીતુ ચતુર ચુડાસમા , કનુ ઘુસા રાઠોડ , મનુ કાના ચૌહાણ , વીક્રમ નાનજી ચાવડા , દિનેશ પુંજા ગુજરતી અને રાહુલ ઉર્ફે પુનો મેરામ ચૌહાણને ઝડપી લઈ રૂા .૧૦૯૫૦ ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *