Gujarat

મેંદરડા ખાતે આગામી 16 તારીખે દલિત મહાસંમેલન યોજાશે…..  

    જૂનાગઢ જીલ્લા અનું.જાતી પ્રમુખની હાકલ ….
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને નોશાદ સોલંકી રહેશે ખાસ ઉપસ્થિત…..
       જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કોઈ કારણોસર 38 વર્ષીય જયસુખભાઇ મુછડીયાની ઘાતકી રીતે હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા.તે બાબત ને લઈ 15 દિવસ જેવો સમય વીતી જવા છતાં આજદિન સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. ત્યારે જયસુખભાઇ ના પરિવારને ન્યાય અપાવવા અને હત્યારાઓની તાત્કાલિક ધડપકડ અને કડક સજા ની માંગ સાથે આગામી 16 તારીખના રોજ મેંદરડા ખાતે દલિત સમાજના ઝાંબાજ નેતા અને બંને ધારાસભ્યો જીગ્નેશભાઈ મેવાણી અને નોશાદભાઈ સોલંકી ની ખાસ ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા અનુસૂચિતજાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકી ની અધ્યક્ષામાં  દલિત મહાસંમેલન યોજાશે.આ સંમેલનમાં તમામ સંગઠનો અને દરેક તાલુકાના આગેવાનો અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે અને મેંદરડા ગામ જય ભીમના નાદ સાથે ગુંજી ઉઠશે…..
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG_20220813_134721.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *