દેશમાં હાલ ૭૫ મા પર્વ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા તિરંગા યાત્રાની અને હર ઘર તિરંગા ઉજવણી કરવામાં આવી રહી હોય છે ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે જુનાગઢ જીલ્લાના માંગરોળ પોલીસ ડી.વાય.એસ.પી.કોડિયાતર સાહેબ ના અધ્યક્ષતામા તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં સિપીઆઈ ગઢવી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર વંશ સાહેબ બેન્ડ પાર્ટી ના જવાનો સાથે ડીવીઝન ના અધિકારીઓમા માંગરોળ ટાઉન પીએસઆઈ, મરીન પીએસઆઈ, શીલ પીએસઆઈ, ચોરવાડ માળીયા સહિત અધિકારીઓ તેમજ હોમગાર્ડ જીઆરડી સહિતના તમામ અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને કર્મચારીઓ જોડાયા હતા આ તિરંગા યાત્રા સાથે માંગરોળ બીઆરએસ કોલેજ ના શિક્ષકો તેમજ તમામ વિદ્યાર્થીઓ સાથે માંગરોળ એમ એમ ડબલ્યુ સ્કૂલના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ પણ સાથે જોડાયા હતા આ તિરંગા યાત્રા શહેર ના મુખ્ય રસ્તાઓ પર થી પસાર થતા લોકો દ્વારા પણ આ તિરંગાયાત્રાનુ ખુબજ ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ માંગરોળ શહેરમા દેશ ભક્તિ વાતાવરણ બની ગયુ હતું ..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


