બોડેલી નજીક આવેલ વાસણા ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક એવી રોશન શાહ પીર ની દરગાહ પર ધામધૂમથી સંદલ શરીફની ઉજવણી કરાઈ
છોટાઉદેપુર બોડેલી નજીક આવેલ વાસણા ગામે આવેલી રોશન શાહ પીર ની દરગાહ પર દર વર્ષે ઈસ્લામિક મહિનાના મહોરમ ના 16 માં ચાંદ ના રોજ સંદલ ચઢાવવામાં આવતું હોય છે તેમજ 17 માં ચાંદ ના રોજ ઉર્ષ ની ઉજવણી કરવામાં આવતી હોય છે
આસરે સવાસો વર્ષ જૂની આ દરગાહ પર હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો હાજરી આપતા હોય છે સતત બે ત્રણ વર્ષ થી કોરોનાની મહામારી ના કારણે અહી ઉર્ષ ની ઉજવણી સાદગી પૂર્વક કરવામાં આવતી હોય હતી ત્યારે ગઈકાલે વાસણા ગામની મસ્જિદ થી સંદલ શરીફ નીકળવામાં આવ્યા હતા અને દરગાહ પર લઈ જવામાં આવ્યા હતા અને અસર બાદ દરગાહ પર સંદલ ચઢાવવામાં આવ્યા હતા દેશમાં અમન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેની ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી
ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર


