નવીદિલ્હી
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કેજરીવાલ ૫૪ વર્ષના થઈ ગયા છે. દિલ્લીના જંતરમંતર મેદાનથી અરવિંદ કેજરીવાલને એક અલગ ઓળખ મળી. એ પહેલાંની તેમની ઓળખ એક સરકારી અધિકારી તરીકેની હતી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચલાવવામાં આવેલાં અન્ના હજારેના આંદોલનને અન્ના આંદોલનનું નામ મળ્યું અને એમાંથી જ એક નેતા તરીકે કેજરીવાલને ઓળખ મળી. સવાલ એ થાય છેકે, જે અન્ના આંદોલનને કારણે કેજરીવાલને જાહેર જીવનમાં એક નેતા તરીકેની ઓળખ મળી એ જ અન્નાને કેજરીવાલ એકલા મુકીને કેમ રાજનીતિમાં આવી ગયાં? આ સવાલનો જવાબ અને આવી જ કેટલીક રસપ્રદ માહિતી જાણવા માટે જાણો કેજરીવાલના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જાેડાયેલી કેટલીક વાતો. કેજરીવાલનો જન્મ ૧૯૬૮માં હરિયાણાના હિસારમાં થયો હતો. અરવિંદ કેજરીવાલે ૧૯૮૯માં ૈંૈં્ ખડગપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. કેજરીવાલ ૧૯૯૨માં ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં જાેડાયા અને ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે નિયુક્ત થયા. વર્ષ ૨૦૦૦માં, કેજરીવાલે કામમાંથી રજા લીધી અને પારદર્શક અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરવાના હેતુથી દિલ્લીમાં નાગરિક ચળવળ પરિવર્તનની શરૂઆત કરી હતી. જ્યારે કેજરીવાલે તેમના પદ પર હતા ત્યારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને આવકવેરા કચેરીમાં પરિવર્તન અને પારદર્શિતા લાવવા માટે કામ કર્યું હતું. ૨૦૦૬માં, કેજરીવાલે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સમગ્ર સમય માટે ‘પરિવર્તન’ માં કામ કરવાનું શરૂ કર્યું. કેજરીવાલે અન્ય ઘણા સામાજિક કાર્યકરો સાથે મળીને માહિતી અધિકાર અધિનિયમ માટે ઝુંબેશ શરૂ કરી, ત્યારબાદ દિલ્લીમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૧ અને દેશમાં માહિતી અધિકાર અધિનિયમ (ઇ્ૈં એક્ટ ૨૦૦૫) લાગુ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છેકે, અન્નાને રાજકારણ પસંદ નહોંતુ અને કેજરીવાલે કહ્યું કે સિસ્ટમમાં આવ્યાં વિના સિસ્ટમમાં બદલાવ કરવો શક્ય નથી. અને એજ કારણસર અન્ના અને કેજરીવાલ વચ્ચે મદભેદ હતો. આખરે કેજરીવાલે અન્નાની વાતના મતભેદને બાજુએ મુકીને પોતે રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું. રાજકીય સૂત્રો જણાવે છેકે, બસ ત્યારથી અન્ના પોતાની દુનિયામાં એકલાં અલોપ થઈ ગયાં. અને અન્નાએ રાજનીતિથી પોતે જ કિનારો કરી લીધો. અરવિંદ કેજરીવાલે ૨ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. કેજરીવાલે સત્તાવાર રીતે ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ દિલ્લીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટીની રચનાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ ૨૦૧૩માં દિલ્લી વિધાનસભામાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં કેજરીવાલે નવી દિલ્લી સીટ પરથી દિલ્લીના તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ચૂંટણી લડી હતી અને ૨૫, ૮૬૪ મતોથી પરાજય આપ્યો હતો. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૨૮ બેઠકો જીતીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ પછી કેજરીવાલે કોંગ્રેસ સાથે મળીને ૪૯ દિવસની સરકાર બનાવી અને ૨૮ ડિસેમ્બર ૨૦૧૩થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી ૪૯ દિવસ દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા. કેજરીવાલે ૪૯ દિવસ બાદ રાજીનામું આપ્યું હતું. ૨૦૧૫માં, અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં, આમ આદમી પાર્ટીએ ૭૦માંથી રેકોર્ડ ૬૭ બેઠકો જીતી અને જંગી બહુમતી મેળવી. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ કેજરીવાલે ફરીથી દિલ્લીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જે બાદ ૨૦૧૯માં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી અને કેજરીવાલ ફરીએકવાર મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ, આમ આદમી પાર્ટી અનેક રાજ્યોની ચૂંટણીમાં ઝંપલાવ્યું. જેમાં, પંજાબમાં છછઁએ સરકાર બનાવી. અને હાલ કેજરીવાલની આપ ગુજરાતમાં પણ સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી છે.


