Gujarat

ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે  

ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ડાયરેકટરશ્રી, આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા આગામી તા. ૨૦/૧૦/૨૦૨૨ થી તા. ૧૨/૧૧/૨૦૨૨ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લશ્કરી ભરતીમેળામાં અગ્નિવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ, અગ્નિવીર સોલ્જર ટેકનીકલ તેમજ અગ્નિવીર સોલ્જર ક્લાર્ક/ સ્ટોરકીપર (All Arms) ની કક્ષા માટે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારે http://www.joinindianarmy.nic.in આ વેબસાઈટ પર આગામી તા. ૦૩/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ હશે અને લશ્કરી ભરતી માટેની  યોગ્ય લાયકાત ધરાવતા હશે, તેવા ઉમેદવારોને ફક્ત ઈ-મેઈલ મારફતે જ કોલ લેટર મોકલવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સંદર્ભે વધુ વિગત મેળવવા માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર ફોન નં. (૦૨૮૮) ૨૫૫૦૭૩૪ અને મોબાઈલ નં. ૮૮૬૬૯૭૬૧૮૮ અથવા રોજગાર કચેરી,જામનગર ખાતે મોબાઈલ નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *