Gujarat

મંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર ઝોનના જૂનાગઢ અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લાઓના માર્ગ-મકાન અને પંચાયતના અધિકારીઓ સાથે બેઠક યોજી

સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા રાજ્યના માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ ભારે વરસાદના પગલે અસર પામેલા રસ્તાઓનું ચાલુ વરસાદે પણ પેચવર્ક-ખાડા પૂરવાની કામગીરી અવિરતપણે ચાલુ રાખવા અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.

    જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતેની બેઠકમાં શ્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર ઝોનના રોડ રસ્તાના કામોની સમગ્રલક્ષી સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને મંત્રીશ્રીએ વરસાદી સિઝનમાં રસ્તાઓનું મરામત કાર્ય કરવા ઉપર ભાર મૂક્યો હતો અને પ્રજાની હાલાકી દૂર કરવા માટે કડક સૂચના આપી હતી.

     મંત્રીશ્રીએ મંજૂર થયેલા રોડ રસ્તાના કામ કરવામાં ઢીલાસ દાખવનાર અને રસ્તાઓની ગુણવત્તા સાથે  બાંધછોડ કરનાર કોન્ટ્રાક્ટર સામે બ્લેક લિસ્ટ કરવા સહિતના પગલાં ભરવા માટે કડક સૂચના આપી હતી.

    આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના રસ્તાઓનું તાત્કાલિક પેચવર્કની કામગીરી કરવા માટે પણ મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.

   આ બેઠકમાં નેશનલ હાઈવેના ચીફ એન્જિનિયર શ્રી એસ.સી મોદીવર્તુળ -૨ના અધિક્ષક ઇજનેર શ્રીપંચાયત સર્કલ-૨ના સુપ્રીટેન્ડેન્ટ ઇજનેર શ્રી ત્રિવેદીશ્રી પાવાગઢીનેશનલ હાઈવે ઓથોરિટીના શ્રી માથુર સહિતના ઇજનેર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    આ ઉપરાંત જૂનાગઢભાવનગરઅમરેલીજામનગરદેવભૂમિ દ્વારકાગીર સોમનાથસુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓના માર્ગ અને મકાન તથા પંચાયત વિભાગના ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

mantrishri-meeting-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *