રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ-આગેવાનો સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી.
જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતેની મુલાકાત દરમિયાન પદાધિકારીઓ -આગેવાનોએ જૂનાગઢ જિલ્લાના નવા વિકાસ લક્ષીકાર્યોને આગળ ધપાવવા માટે રજૂઆત કરી હતી. આ સંદર્ભે મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ સકારાત્મકતા સાથે જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, નગરસેવક શ્રી સંજયભાઈ કોરડીયા, અગ્રણી સર્વશ્રી નિલેશભાઈ ધુલેશિયા, જેઠાભાઇ પાનેરા, વાલજીભાઈ ફળદુ, ભગવાનભાઈ મોરી, ભરતભાઈ ગાજીપરા સહિતના પદાધિકારીઓ- આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
