Gujarat

રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ-આગેવાનો સાથે મુલાકાત કરી

રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ-આગેવાનો સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી.

    જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતેની મુલાકાત દરમિયાન પદાધિકારીઓ -આગેવાનોએ જૂનાગઢ જિલ્લાના નવા વિકાસ લક્ષીકાર્યોને આગળ ધપાવવા માટે રજૂઆત કરી હતી.  આ સંદર્ભે મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ સકારાત્મકતા સાથે જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

      આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયામેયર શ્રીમતી ગીતાબેન પરમારસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણાસાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાનગરસેવક શ્રી સંજયભાઈ કોરડીયાઅગ્રણી સર્વશ્રી નિલેશભાઈ ધુલેશિયાજેઠાભાઇ પાનેરાવાલજીભાઈ ફળદુભગવાનભાઈ મોરીભરતભાઈ ગાજીપરા સહિતના પદાધિકારીઓ- આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *