ગાંધીધામ
ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા બોની પરશોતમ સથવારા, ગૌતમ કરશનભાઈ પ્રજાપતી, વિશાલ હરીભાઈ સથવારા, યોગેશભાઈ ખેગારભાઈ ચૌહાણ, મહેશભાઈ વરધીલાલ ઠક્કર, રેખાબેન જયંતીભાઈ પટેલ, નયનાબેન નારાયણભાઈ ચૌહાણ, રેખાબેન રાકેશભાઈ નવલ, કાંતાબેન ગોવિંદભાઈ સથવારા, નીતાબેન રાજેશભાઈ સથવારા, ભારતીબેન પ્રહલાદભાઈ વર્મા અને ઉર્મીલાબેન જીતેશભાઈ પટેલને રોકડ ૩૯,૯૦૦ અને ૧૨ મોબાઈલ ગણીને કુલ ૨,૭૯,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પડાયા હતા. તો ઘટનાસ્થળ પરથી આરોપી સુરેશ બીજલભાઈ સથવારા નાસી જવામાં સફળ રહેતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધીને તપાસ આદરાઈ હતી. બીજી તરફ ૧૫મી ઓગસ્ટના જુની સુંદરપુરી સ્કુલની પાસે ખુલ્લા આંગણામાં જુગાર રમી રહેલા રાયમલ નારણભાઈ મહેશ્વરી, શીવજી રામજીભાઈ મહેશ્વરી, મુકેશ બચુભાઈ મહેશ્વરી, ગોપી નારણભાઈ મહેશ્વરી, પ્રકાશ કિશોરભાઈ મહેશ્વરી, હરેશ આત્મારામ મહેશ્વરી, કાલુ મારાજને ૩૫,૫૦૦ રોકડ અને ૩ મોબાઈલ સાથે કુલ ૪૬૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.ગાંધીધામના ભારતનગર અને જુની સુંદરપુરીમાં પોલીસે કાર્યવાહી કરીને એકમાં ૧૨ શખ્સને ૪૦ હજાર સાથે તો બીજા કેસમાં ૩૫ હજાર રોકડ સાથે ૭ શખ્સને ઝડપી પાડ્યા હતા.


