Gujarat

કડીમાં ૧૦૧ બરફની પાટના બરફાની બાબાના શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું

કડી
કડી હાઇવે રોડ ઉપર આવેલ જગત દર્શન સોસાયટીના રહીશોએ શ્રાવણ મહિના માં ભાવિ ભકતો એ નાગપાંચમના દિવસે શંકર ભગવાન નું બરફનું શિવલીંગ અમરનાથ મહાદેવ ખાતે ૧૦૧ બરફની પાટ માં બાબા અમરનાથ શિવલિંગ બનાવી ૫૦ ફૂટ બરફ પરથી ભાવિ ભકતો ચાલીને ભોલેનાથ ના દર્શનાથે પહોંચ્યા હતા.અને આ બરફની પાટ ના દાતા પટેલ કિરીટભાઈ કાંતિભાઇ અને પટેલ જગદીશભાઈ બળદેવભાઈ નગરપાલીકા કોર્પોરેટર દિવસ દરમ્યાન ની પ્રસાદી આપવામાં આવી હતી.ઝાલા ભરતસિંહ કાળુસિંહ નાસ્તા ના દાતાશ્રી નો સહયોગ આપવા માં આવ્યો હતો.અને ભાવિ ભક્તોએ ભક્તિ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવી હતી.અને ભોળા ભોલેનાથ ને પ્રાથના કરવામાં આવી હતી.કડીમાં જુદા-જુદા સ્થળોએ શ્રાવણ માસની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યા છે. અનેક મહાદેવના મંદીરોમાં ભગવાન ભોળાનાથને અલગ-અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવતો હોય છે. શ્રાવણ માસની ભક્તિ મુજબ નગરજનો શિવાલયોમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી રહ્યા છે અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય તેવું ભગવાન શિવને પ્રાર્થના કરી રહ્યા છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *