Gujarat

વિકાસનાં કામો કરવા છેલ્લી વખત ચૂંટણી લડીશ ઃ મધુ શ્રીવાસ્તવ

વડોદરા
વડોદરાના વાઘોડિયા વિધાનસભાની બેઠક પરથી ૬ ટર્મથી જીત મેળવનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બે દિવસ અગાઉ વાઘોડિયા માટે તેઓ જ સક્ષમ ઉમેદવાર છે તેવી જાહેરાત કરી વધુ એક વખત પોતે દાવેદાર છે તેવો હુંકાર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, વાઘોડિયા બેઠક ઉપર હું ચૂંટણી લડવાનો છું તેમાં બેમત નથી. ભાજપ મને જ ટિકિટ આપશે. મેં ભાજપમાં રહીને કરપ્શન કે મહિલાની છેડતી કરી નથી. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક ઉપરથી હું જ ચૂંટણી લડવાનો છું. તેઓએ પોતાની દાવેદારી રજૂ કર્યા બાદ હવે તેઓના વિકાસના કામો બાકી છે તેથી ચૂંટણી લડવા માંગે છે તેમ જણાવી આ તેમની છેલ્લી ચૂંટણી હશે તેવી જાહેરાત કરી છે. છેલ્લા ૬ ટર્મથી તેઓ ધારાસભ્ય છે અને હજી મત ક્ષેત્રના વિકાસનાં કામો બાકી છે. જેમાં ૧૫ ટકા લોકો એવા છે જેઓ ભાડાના મકાનમાં રહે છે. જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, નુર્મ જેવા આવાસો બને. તદુપરાંત સારી શાળાઓ બનાવવાની છે, લોકોના આરોગ્ય માટે હોસ્પિટલ બનાવવાનું છે. જેના કારણે હું ટિકિટ માગી રહ્યો છે અને આ મારી છેલ્લી ચૂંટણી હશે. મેં વિધાનસભામાં પણ આ મુદ્દાની પ્રશ્નોત્તરી મૂકી હતી, પરંતુ વિધાનસભામાં ડ્રો સિસ્ટમ હોવાથી મને બોલવાનો મોકો મળ્યો નથી.વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ત્રણ દિવસ અગાઉ વાઘોડિયામાં તેઓ જ સક્ષમ ઉમેદવાર છે તેવો હુંકાર કર્યા બાદ હવે વાઘોડિયા મત ક્ષેત્રમાં ૬ ટર્મ બાદ પણ હજી વિકાસનાં કામો બાકી છે, જે કરવા માટે તેઓએ ટિકિટની માગ કરી છે. તેમણે વિવિધ મુદ્દે વિધાનસભામાં પણ પ્રશ્નોત્તરી મૂકી હતી. જાેકે તેઓની આ છેલ્લી ચૂંટણી હશે તેવી જાહેરાત પણ તેમણે કરી છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *