તારીખ બીજી ઓગસ્ટના રોજ છોટાઉદેપુર જિલ્લાના પંચાયત હસ્તકના તલાટી કમ મંત્રીઓ હડતાલ પર પોતાની વિવિધ માગણીઓને લઈને ઉતર્યા છે, ત્યારે આજે તેના સમર્થનમાં પાવીજેતપુર તાલુકાના સરપંચો દ્વારા તલાટી કમ મંત્રીઓની માંગો પુરી કરવામાં આવે અને તેઓની હડતાલ સમાપ્ત કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, સરકાર વહેલી તકે તલાટી કમ મંત્રીઓની માંગો સ્વીકારવામાં આવે અને વહેલી તકે હડતાલ સમાપ્ત થાય તેવી માંગ સરપંચો દ્વારા જિલ્લા કલેક્ટર કરવામાં આવી હતી ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


