જૂનાગઢ જિલ્લા રમતગમત કચેરી દ્રારા વર્ષ ૨૦૨૨ -૨૩ માટે તાલુકા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨ નું આયોજન થનાર છે. જે અંતર્ગત તાલુકા કક્ષા/ ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડ ની નકલ, બેંક પાસબુકની નકલ, સાથે રાખી તારીખ ૨૩/૮/૨૦૨૨ રોજ બપોર ૧૨ કલાક સુધીમાં ઝોન/ તાલુકા કન્વીનરને મળી જાય તે રીતે મોકલવાના રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
