Gujarat

સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે યુવા મતદાર મહોત્સવનો પ્રારંભ!

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
આજરોજ સરકારી વિનયન અને વાણિજય કોલેજ કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અંતર્ગત યુવા મતદાર મહોત્સવનું આયોજન કરવામા આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં ૧૨૦ કપડવંજ વિધાનસભા અન્વયે કઠલાલ મામલતદાર કચેરી અંતર્ગત  સુપરવાઈઝરની ભૂમિકા અદા કરતા જયદીપસિંહ પરમાર, બુથ લેવલ ઓફિસર  રાજેશભાઈ વસાવા તેમજ  અજીતભાઈ કાછીયાપટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.
જયદીપસિંહ પરમારે  વિદ્યાર્થીઓને  ભારતીય લોકતાંત્રિક માળખુ, મતદારયાદીમાં નામ નોંધણી, કમી કરાવવા તેમજ મતદારયાદીમાં સુધારા વધારા કરાવવા અંગેની પ્રક્રિયાથી વાકેફ કર્યા હતા. કોલેજના ઉપાચાર્ય વૈશાલીબહેન  મકવાણાએ મતદાન પ્રક્રિયામાં યુવાનોની ભાગીદારીનું મહત્વ સમજાવી ચુંટણી પ્રક્રિયામાં જોડાવવા સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રીય સેવા યોજનાના  પ્રોગ્રામ ઓફિસર પ્રા. પરેશ પટેલ દ્વારા મતદારયાદીમાં નામ નોંધણી તેમજ સુધારા બાબતેની વિભિન્ન  ઑનલાઇન સુવિધાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવી યુવા મતદાર મહોત્સવ અંગેની વિભિન્ન સ્પર્ધાઓથી યુવાનોને વિગતે વાકેફ કર્યા હતાં. કોલેજ કેમ્પસના ઈલેકશન એમ્બેસેડર એવા બીજા વર્ષના વિદ્યાર્થી ભાર્ગવ પંચાલ તેમજ ઈશા ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ચુંટણી પ્રક્રિયામાં જોડાવવા તેમજ ઈલેકશન કાર્ડ કઢાવવા બાબતે માર્ગદર્શીત કર્યા હતા. ત્યારબાદ ભારતીય ચૂંટણી પંચની વોટર હેલપલાઈન એપ તમામ વિદ્યાર્થીઓએ ડાઉનલોડ કરી તેના વપરાશ અંગેની માહિતી મેળવી હતી. અંતે તમામ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે મતદાર તરીકેની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના પ્રા. પરેશ પટેલે કર્યું હતું.

IMG-20220818-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *