રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડાના આચાર્ય ડી.પી.પટેલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ,ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝના ત્રીજા રાઉન્ડમાં ટોપર્સમાં સામેલ થયેલ છે.તેઓને ગુ.સ. તથા ગુ.મા અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગર તરફથી બે દિવસની ચાર કેમિલી મેમ્બર્સ સાથેની સાયન્સ સિટી ટૂર વિના મુખ્ય પારિતોષિત સ્વરૂપે આપવામાં આવેલ છે ગ્રામ્ય કેળવણી મંડળ,ઘોઘાવાડા તથા સમસ્ત શાળા પરિવાર આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. ડી.પી.પટેલે નિયમિત વાંચનને કારણે આ બહુમાન શક્ય બન્યું હોવાનું જણાવેલ છે તથા પારિતોષિત બદલ ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝના આયોજક માન સચિવ, ગુ.માં અને ઉ.મા.શિ.બોર્ડ,ગાંધીનગરનો આભાર વ્યક્ત કર્યો હતો.


