Delhi

મંકીપોક્સની વેક્સીન નથી અસરકારક ડબલ્યુએચઓએ મોટા ખુલાસા કર્યા

નવીદિલ્હી
ડબલ્યુ.એચ.ઓએ ટેકનિકલ હેડ રોસમંડ લેવિસએ મંકીપોક્સની વેક્સીનને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે મંકીપોક્સની વેક્સીન ૧૦૦ ટકા પ્રભાવશાળી નથી. એવામાં હવે લોકોને સંક્રમણને પોતાના જાેખમને ઓછું કરવું જાેઇએ. તેમણે આ નિવેદન ત્યારે જાહેર કર્યું કે જ્યારે દુનિયાભરમાં ૯૨ થી વધુ દેશોમાં મંકીપોક્સના ૩૫,૦૦૦ થી વધુ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ બિમારીથી ૧૨ લોકોના મોત થયા છે. લુઇસે કહ્યું કે તેમણે આગળ કહ્યું કે વેક્સીન તેનો સંપૂર્ણ ઉપાય નથી. દરેક વ્યક્તિ પહેલાંથી જ મહેસૂસ કરી શકે છે કે તે જાેખમમાં છે અને તેને ઓછું કરવા માટે વેક્સીન પર જ ર્નિભર ન રહી શકાય. તમામ લોકોને પહેલાંથી જ ધ્યાન રાખવાનું છે કે તે પોતાને આ વાયરસથી બચાવે અને સફાઇને લઇને પુરતું ધ્યાન રાખે. તો બીજી તરફ ડબલ્યુ.એચ.ઓના ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ અદનોમ ઘેબિયસે કહ્યું કે ગત અઠવાડિયે લગભગ ૭,૫૦૦ કેસ સામે આવ્યા, જે ગત સપ્તાહની તુલનામાં ૨૦ ટકા વધુ છે. યૂરોપ અને અમેરિકામાં સૌથી વધુ મંકીપોક્સના કેસ સામે આવી રહ્યા છે, જે પુરૂષની યૌન સંબંધ રાખે છે. મોટાભાગના લોકો સામાન્ય રીતે સારવારના થોડા અઠવાડિયામાં જ મંકીપોક્સથી સાજા થઇ જાય છે. તેના લક્ષણ શરૂમાં ફ્લૂ જેવા હોય છે. જેમ કે તાવ, ઠંડી લાગવી અને સોજાવાળી લિમ્ફ નોડ્‌સ. ડબલ્યુ.એચ.ઓના અનુસાર આ વાયરસ નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને એવા વ્યક્તિઓમાં વધુ ગંભીર હોઇ શકે છે જેની ઇમ્યુનિટી ઓછી છે. મંકીપોક્સ વાયરસ બ્રોકન સ્કિન, રેસ્પિરેટરી ટ્રેક, આંખ, નાક અને મોંઢુ અને શારીરિક તરલ પદાર્થોના માધ્યમથી તમારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. મંકીપોક્સ એક જૂનોટિક ડિઝીઝ છે. આ જાનવરોમાં ઉત્પન્ન થાય છે અને મધ્ય અને પશ્વિમ આફ્રિકાના આંતરિયાળ ભાગમાં વધુ જાેવા મળે છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *