શાસ્ત્રો અને પુરાણોમાં, શિવને સૌથી સરળ અને સૌથી ભક્ત વત્સલ દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. શિવને પ્રસન્ન કરવા માટે કોઈ મોટા ભોગ અથવા આભૂષણોની જરૂર નથી, પરંતુ સામાન્ય રીતે, શિવ બિલ્વપત્રની ચડાવવાથી ભક્તોને ઇચ્છિત વરદાન આપે છે.
વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરરોજ 1.25લાખ બિલ્વપત્રો તીર્થના સ્થાનિક પુરોહિતો દ્વારા મહાદેવને અર્પણ કરવામાં આવે છે. બિલ્વ વનમાં 16કર્મચારીઓનું જૂથ શિવ નામ નું રટણ કરતા-કરતા વિશાળ બિલ્વ જંગલમાં ઝાડમાંથી બિલ્વપત્રની નાની ડાળીઓ કાપીને શ્રેષ્ઠ બિલ્વપત્રો સોમનાથ પહોચાડે છે.
શિવ પુરાણ અને અન્ય શાસ્ત્રોમાં શિવને બિલ્વના પાન અર્પણ કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. બિલ્વના પાંદડાના મહિમાનું વર્ણન સંસ્કૃત ગ્રંથોમાં અનેક શ્લોકોમાં જોવા મળે છે.હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
