Delhi

ચેતેશ્વર પુજારાએ રોયલ લંડન કપમાં ત્રીજી સદી ફટકારી

નવીદિલ્હી
ભારતના ટેસ્ટ નિષ્ણાત બેટ્‌સમેન ચેતેશ્વર પુજારાએ રોયલ લંડન વન-ડે કપમાં મંગળવારે શાનદાર બેટિંગ કરતા ત્રીજી સદી ફટકારી હતી. સસેક્સ તરફથી રમતા પુજારાએ ૯૦ બોલમાં તોફાની ૧૩૨ રનની ઈનિંગ રમતા ટીમે મિડલસેક્સ વિરુદ્ધ ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૪૦૦ રન ખડક્યા હતા. પુજારાએ સસેક્સ તરફથી કેપ્ટન ઈનિંગ રમી હતી અને ૨૦ ચોગ્ગા તેમજ બે છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર ટોમ એલસોપે ૧૫૫ બોલમાં ૧૮૯ રન ફટકાર્યા હતા. પુજારા અને એલસોપે ત્રીજી વિકેટ માટે ૨૪૦ રનની ભાગીદારી નોંધાવી હતી. અગાઉ પુજારાએ રોયલ લંડન વન-ડે કપમાં વૉર્વિકશાયર સામે ૭૯ બોલમાં ૧૭૦ રન તેમજ સરે સામે ૧૭૪ રન કર્યા હતા જે લિસ્ટ-એમાં તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. અગાઉ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં શાનદાર બેટિંગની મદદથી પુજારા ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતીય ટીમમાં કમબેક કરવામાં સફળ રહ્યો હતો.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *