Gujarat

ગીરગઢડામાં નશાની હાલતમાં પોલીસ સાથે ગેરવર્તન કરતા પોલીસ સ્ટેશન લઈ જવાયો

ઉના
તાલાળા રહેતો અરવિંદ વાલજીભાઇ વાળા (ઉં.વ.૨૮) પોતે બુલેટ બાઇક નં. જીજે ૦૩ એચ પી ૬૪૬૪ પર ઉના તરફથી જતો હતો. એ દરમ્યાન ગીરગઢડામાં બે નંબર બસ સ્ટેશન ચોક પાસે રોડ પર આ શખ્સે બાઇક આડા અવળુ ચલાવતા પોલીસને નજરે પડતા તાત્કાલીક પોલીસે શખ્સની બાઇક રોકાવી બાઇક સરખુ ચલાવવા કહેતા નશામાં ચૂર શખ્સે પોલીસ સાથે ગેરવર્તન કરવા લાગેલ અને બેફામ ગાળો કાઢવા લાગ્યો હતો. ત્યાર બાદ મામલો વધુ બીચકાતા પોલીસ અને શખ્સ વચ્ચે હાથાપાઇ થઈ હતી. જેના પગલે રસ્તા પર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે વધુ સ્ટાફ બોલાવી શખ્સને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો હતો. આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરજ બજાવતા સંજયભાઇ દેવાભાઇ ગોહિલે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.ગીરગઢડા પોલીસ કર્મી અને એક શખ્સ વચ્ચે હાથાપાઇ થયાનો લાઇવ દ્રશ્યો સોશિયલ મીડીયામાં વાઈરલ થયા હતા. ગીરગઢડા બસસ્ટેશનના પોલીસે બાઇક ચાલકને રોકાવતા પોલીસ અને શખ્સ વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં ત્રણ ચાર પોલીસ કર્મચારીઓએ આ શખ્સને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. આ શખ્સ ફૂલ નશાની હાલતમાં હોય અને બેફામ ગાળો કાઢતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા અને રસ્તા પર વાહનોની કતારો જાેવા મળી હતી. આ બાબતે ગીરગઢડા પોલીસે શખ્સ સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *