Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ સ્વામી શ્રી નિર્દોષાનંદ સન્યાસ આશ્રમમાં શ્રી આનંદેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં શિવપાર્થિવ લિંગ પૂજન કરવામાં આવ્યું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સ્વામી શ્રી નિર્દોષાનંદ આશ્રમમાં શ્રી આનંદેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવપાર્થિવ લિંગ પૂજન કરવામાં આવેલ. તારીખ ૨૫-૮-૨૦૨૨ ને ગુરુવારે સાંજે ૮ કલાકથી સવારે ૬ કલાક સુધી ચાર પ્રહરની શિવપાર્થિવ મહાપૂજા કરવામાં આવી હતી. રાણસીકી મુકામે સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતી દ્વારા શિવપાર્થિવ લિંગ પૂજા કરાવવામાં આવી હતી. જેમાં સાવરકુંડલાના સત્સંગીઓ ઈલેક્ટ્રોનિક માધ્યમથી જોડાઈને દેવોને પણ દુર્લભ એવું શ્રી શિવપાર્થિવ લિંગ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં દૂર દૂરના ગામના સત્સંગીઓ શિવપાર્થિવ લિંગ પૂજામાં જોડાયા હતા. શિવપાર્થિવ લિંગ પૂજનથી મનને શાંતિ થાય છે. વિશુદ્ધ મન શિવ તત્વમાં સંલગ્ન થઈને પરમાનંદનો અનુભવ કરે છે. માટે દુખની નિવૃત્તિપૂર્વક પરમાનંદની પ્રાપ્તિ પરમ શિવ તત્વનો અનુભવ દેહભાવનું વિસ્મરણ શ્રી સાંબ સદાશિવ પાર્થિવ લિંગ પૂજન વડે બની શકે છે. આ ચાર પ્રહરની પૂજામાં શ્રી અશોકભાઈ કથીરીયા અને સત્સંગીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

IMG-20220826-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *