Gujarat

પાટણના વેપારીની પત્ની સાથે ૩.૧૪ લાખની છેતરપિંડી આચરીની ફરિયાદ

પાટણ
પાટણ શહેરના બગવાડા દરવાજા આવેલી જલિયાણા જવેલર્સનો ધંધો કરતા પરેશભાઈ રામજીભાઈ ઠક્કરે તેમની પત્નીના નામે આજથી ૧૪ વર્ષ પૂર્વે પાટણની બેંકમાં ખાતુ ખોલાવ્યું હતું. તે વખતે આ બેંક એકાઉન્ટનો ઉપયોગ તેમનાં પત્ની કરતા હતા. એકાઉન્ટ સાથે પરેશભાઈએ પોતાનો ફોન નંબર રજિસ્ટર કરાવ્યો હતો. આ પછી તેઓએ બે વર્ષ પછી આ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમની પત્નીને બીજુ સીમ કાર્ડ લાવી આપ્યું હતું. તે પછી પણ પરેશભાઇની પત્નીનો મોબાઈલ નંબર બદલ્યો હતો. છેલ્લે હાલમાં અન્ય સીમકાંડ તેઓ ઉપયોગ કરી રહ્યા છે. તેની પત્નીનો બદલાયેલા મોબાઈલ નંબરની તેઓએ બેંકને કોઈ જાણ કરી ન હોતી કે મોબાઇલ નંબર અપડેટ કરાવ્યો નહોતો. તા. ૪-૪-૨૦૨૨ના રોજ બેંક તરફથી પરેશભાઇનાં ઘરે એક નોટિસ આવી હતી અને તેમની જાણ કરેલી કે તેમની પત્નીના નામે ચાલતા ઉપરોક્ત બેંક એકાઉન્ટમાં ઇસ્યુ થયેલા ક્રેડીટકાર્ડની બાકી બીલની રકમ રૂા. ૩,૧૩,૮૮૫, ભરી દેવા જણાવતાં પરેશભાઈએ બેંકવાળાઓને જણાવ્યું કે, અમોએ કોઈ ક્રેડીટકાર્ડ લીધું નથી, જેથી બેંકવાળાઓએ કહ્યું કે, ક્રેડીટ કાર્ડ તમોએ જ લીધેલ છે. તમારે જ પૈસા ભરવા પડશે. અમારી પાસે તેની ડિટેઈલ છે ત્યારબાદ પરેશભાઈ બેંકમાં જઈ તપાસ કરતાં તેમને જાણવા મળેલ કે, તેઓ અગાઉ ઉપયોગ કરતા ફોન ઉપર તા. ૧૯ ૧-૨૦૨૨ના રોજ ક્રેડીટકાર્ડ માટે ઓનલાઈન રીકવેસ્ટ મળેલી હોઈ અને તા. ૨૫-૦૧-૨૦૨૨ના રોજ બ્લુ ડાર્ટ કુરીયર દ્વારા ક્રેડીટ કાર્ડ ડીલીવર થયેલ હોવાનું જણાવેલ જેથી તેઓ બ્લુડાર્ટ કુરીયર પાટણ ખાતે તપાસ કરતાં તેઓએ જણાવેલ કે, આ કુરીયર પાટણના સરનામાં ઉપર ડીલીવર થયું નથી. આ કુરીયર તો સીધું જામનગર જ ડીલીવર થયેલ. તે પછી બેંક દ્વારા પરેશભાઇને મળેલ નોટિસમાં તેમણે ચેક કરતાં તેમની પત્નીના નામે ઇસ્યુ થયેલ ક્રેડીટ કાર્ડ ઉપર તા. ૨૭-૧-૨૦૨૨ના રોજ શીવમ પેટ્રોલીયમ જામનગર ખાતેથી રૂા. ૬૧.૦૮નું ટ્રાન્જેક્શન થયેલ હતું અને તે પછી પણ અવારનવાર આ શીવમ પેટ્રોલીયમ જામનગર ખાતે ટ્રાન્જેક્શન થયેલ હતા અને તે સિવાય પણ અન્ય જુદી જુદી જગ્યાએ પણ આ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ થયેલો છે. આ બનાવ અંગે તેમણે બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાટણ શહેરના વેપારીના ક્રેડિટ કાંડમાંથી કોઈ શખ્સે રૂ. ૩.૧૪ લાખની ખરીદી કરી ઓનલાઈન ઠગાઈ આચારી હતું. તેમનું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું હતું. આ અંગે તેમને બેન્કમાંથી નોટિસ મળતા જાણ થઈ હતી. આ બનાવ અંગે તેમણે બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *