ગાંધીનગર
કલોલ શહેર પોલીસ મથકમાં ભાઇલાલભાઇ કેવળ દાસ પટેલ (રહે, કેશવકૃપા, પૂર્વ કલોલ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ૨૪મીના રોજ સવારે મારા દિકરા આશિષના બાપા સીતારામ ચોક પાસેના પાર્લર ઉપરથી એક સફેદ કારમાં અપહરણ કરાયુ છે. ચાર લોકો કારમાં આવીને અપહરણ કરી ગયા છે. જ્યારે પિતાએ દિકરા આશિષે ફોન કરતા ગોઝારી યામા રહેતા કુટુંબી ભત્રીજા પ્રતિપ રમણભાઇ પટેલે રીસીવર કર્યો હતો અને કહ્યું હુત કે, તમારો દિકરો મારી પાસે છે. તમારા દિકરાને મે એક લાખ રુપિયા આપ્યા છે, જે પરત આપતો નથી અને દિકરો જાેઇતો હોય તો એક લાખ રૂપિયા લઇને શેરથા આવી જાઓ કહીને ફોન બંધ કરી દીધો હતો. જ્યારે પિતા તેના સંબંધીઓ સાથે શેરથા ગયા પછી ત્યાં કોઇ જાેવા મળ્યું ન હતુ. જેથી પોલીસ ફરિયાદ કરાઇ હતી. આ બાબતે ગાંધીનગર એલસીબીએ તપાસ શરુ કરી હતી. જેમના બાતમી મળી હતી કે, કલોલ થી અપહરણ થયું છે, તે કાર નંબર જી જે ૦૨ સીએ ૪૭૭૫મા આરોપીઓ હાલમાં કલોલ શહેરમાં ફરી રહ્યા છે. પોલીસે તેરસાચોકડી પાસેથી કારને રોકી હતી. જેમાંથી અપહરણ કરાયેલા આશિષ સાથે રોનક ઇશ્વરભાઈ પ્રજાપતિ (રહે, પ્રભુનગર, ગોઝારીયા) અને પ્રતિપ રમણભાઇ પટેલ (રહે, હિરાવાડી, ગોઝારીયા)ને ઝડપી લીધા હતા. અપહરણનો પ્લાન યોગેશ પસાભાઇ પટેલ અને ગૌરવ કિરણભાઇ પટેલ (બંને રહે, ગોઝારીયા) સહિત ચાર લોકોએ બનાવ્યો હતો. જેમના અપહરણ કરાયા પછી આશિષે તારાપુર, ગરાસણ સહિત ના વિસ્તારમાં ફેરવ્યો હતો. તે સમયે ગૌરવ પટેલને કલોલ બોલાવ્યો હતો અને તે સમયે યોગેશ પટેલ કારમાંથી ઉતરી ગયો હતો. આ બાબતે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર યોગેશ અને ગૌરવની પડકવા કાર્યવાહી કરી હતી. પોલીસે કાર સહિત ૫.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.કલોલમા રહેતા યુવકનુ ગોઝારી યામા રહેતા પિતરાઇ ભાઇએ અપહરણ કરી લીધું હતુ. પિતરાઇ ભાઇએ હાથ ઉછીના એક લાખ રૂપિયા આપ્યા હતા, જે પરત નહિ આપતા પિતરાઇ અપહરણનો પ્લાન બનાવ્યો હતો અને ગત રોજ બુધવારે સવારના સમયે એક કારમાં ૪ લોકોએ આવીને યુવકને પાન પાર્લર આગળની ઉઠાવી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને થતા એલસીબીની ટીમે બે આરોપીઓ સાથે ઝડપી લીધા હતા અને અપહરણ કરાયેલા યુવકને બચાવી લીધો હતો. અપહરણમાં ૪ શખ્સની સંડોવણી હતી જેમાંથી પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


