Gujarat

સવા લાખના વિદેશી દારૂ સાથે ખેપિયાને છોટાઉદેપુર એલસીબીએ પકડ્યો

છોટા ઉદેયપુર
છોટાઉદેપુર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એચ રાહુલજીને બાતમીની હકીકત મળી હતી કે એક કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પાવી જેતપુર વન કુટીર પાસેથી પસાર થવાનો હોય જેના અનુસંધાને વન કુટીર પાસે નાકાબંધી કરી દેવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન એક કાર આવતા તેને અટકાવી તપાસ કરતા કારની ડીકીમાંથી ભારતીય બનાવટમાં વિદેશી દારૂની બોટલ નંગ ૭૧૪ કિંમત રૂપિયા ૧,૧૪,૫૫૨/- ,કાર ની કિંમત ૨,૦૦,૦૦૦/- રૂપિયા, એક મોબાઈલ કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ ૩,૧૯,૫૫૨/- ના મુદ્દા માલ સાથે દારૂની ખેપ મારનાર ખેપિયો બહાદુરસિંહ ગુમાનસિંહ ભિંડેની અટક કરી પાવીજેતપુર પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, છોટાઉદેપુર એલસીબી દ્વારા પાવી જેતપુર વન કુટીર પાસેથી કારમાં વિદેશી દારૂની ઠેક મારનાર ખેપિયાને ૧,૧૪,૫૫૨ /- રૂપિયાના વિદેશી દારૂ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પાવીજેતપુર વન કુટીર પાસેથી છોટાઉદેપુર એલસીબી દ્વારા કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ખેપ મારતો ખેપિયો ૧,૧૪,૫૫૨/- રૂપિયાના વિદેશી દારૂ તેમજ બે લાખની ગાડી મળી કુલ ૩,૧૯,૫૫૨/- ના મુદ્દા માલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *