Gujarat

ડાંગરવાની ફેક્ટરીનો ૨.૯૭ લાખનો મુદ્દામાલ એસઓજીએ ઝબ્બે કરી ગુનો નોંધ્યો

કડી
એસ.ઓ.જી.પોલીસના સ્ટાફના માણસોએ હકિકત વાળી જગ્યાએ તપાસ કરતાં ફેક્ટરીમાં રેડ કરી ફેક્ટરીના માલિક પણ હાજર મળી આવતાં તેની અટકાયત કરીને તેને સાથે રાખી તપાસ કરી હતી. તપાસ દરમ્યાન ફેક્ટરીમાંથી મીઠા ભરેલી પ્લાસ્ટિકની સફેદ કલરની બેગો નંગ ૨૫૦ જેની કિંમત ૩૭ હજાર ૫૦૦ તથા પીએનસીબીનું કાચું મટીરીયલ ભરેલી સફેદ કોથળી નંગ-૪૦ કિંમત ૪૦ હજાર, ત્રણ લોખંડના મોટા ગોળાકાર ટાંકા જેમાં સલ્ફ્યુરિક એસિડ ૧૦ હજાર લીટર કિંમત ૪૦ હજાર અને પીએનસીબીઓએસએ ભરેલી સફેદ કલરની અલગ અલગ માર્કા વાળી પ્લાસ્ટિકની ૯૦ થેલીઓ કિંમત ૧ લાખ ૮૦ હજાર કુલ મળી ૨ લાખ ૯૭ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ડાંગરવા-ઘુમાસણ જવાના રસ્તા ઉપર ફેક્ટરીમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગર તેનું ઉત્પાદન કરી કેમિકલયુક્ત દૂષિત પાણીનું યોગ્ય નિકાલ નહીં નહીં કરતા અને પાણી ખેતરના ખુલ્લામાં ખાડો ખોદી તેમાં નાખી ખાડાઓ ખુલ્લા રાખતા હતા. જેના લીધે બાજુના ખેતરના રહેવાસીઓ, પશુ પ્રાણીઓને સ્કિન કેન્સર જેવા ગંભીર રોગ થવાની પૂરી શક્યતા રહેલી છે. તેમજ જળાશયોમાંના પાણીને પ્રદૂષિત કરી ધંધો ધીકતો રાખવામાં આવ્યો હતો. ફેક્ટરીના માલિકના સામે પહેલા પણ ૧૭ જૂન, ૨૦૨૨ના રોજ ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. પણ ફેક્ટરીના માલિકને વટના માર્યા અમને ક્યાં કોઇનો ડર છે તેમ ફેક્ટરી ચાલુ કરી નાખવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે મહેસાણાના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જવાબદાર અધિકારીઓને જાણ કરાતાં અધિકારીઓએ ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. જેમાં તારીખ ૧૭-૬-૨૦૨૨થી જી.પી.સી.બી/એમ .એચ.સી.૨૭૦ આઇ.ડી નં ૩૪૨૫૨ ફેક્ટરીના માલિકને ઉત્પાદન નહીં કરવા નોટિસ આપી હતી અને કડી મામલતદારની હાજરીમાં સીલ કરવામાં આવી હતી. તો પણ ફેક્ટરીના માલિકે ફેકટરી ચાલુ કરી નાખી હતી. જેના પગલે ફેક્ટરીના માલિક રાજપુત નિલેશસિંહ હરિસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાના અધિકારીઓ દ્વારા જરૂરી સેમ્પલ લઈને તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.કડી તાલુકામાં આવેલા ડાંગરવા ગામે સીલ મારેલી કેમિકલ ફેક્ટરી કંપનીના માલિકે સીલ તોડીને જાણે કોઈની બીક ના હોય તે રીતે કંપની ચાલુ કરી ધમધમાવી હતી. પરંતુ તંત્રને જાણ થતાં તાત્કાલિક ધોરણે કંપનીના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો નંદાસણ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડાંગરવા ગામની સીમમાં સર્વે નંબર ૧૯૭૯ ખાતા નં ૮૩૯ ડાંગરવાથી ઘુમાસણ જવાના રોડ ઉપર ચારિયા વાળા આંટામાં રાજપુત નિલેશસિંહ હરિસિંહ ગેરકાયદેસર ફેકટરી ચલાવી તેમાં પીએનસીબીઓએસએ નામની પ્રોડક્ટનું ઉત્પાદન કરી ખેતરમાં ફેક્ટરી નજીક ખાડો ખોદી ખાડાની અંદર દૂષિત પાણી નાખે છે. જેના લીધે આજુબાજુના રહેતા રહેવાસીઓને સ્કિન કેન્સર જેવા ગંભીર રોગ થવાની શક્યતા છે. તેમજ માણસ તથા પશુ પ્રાણીઓ સંપર્કમાં આવે તો નુકસાન થવાની શક્યતા છે, જેના અનુસંધાને એસઓજીએ ગંભીરતા દાખવી રેડ કરી હતી.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *