Gujarat

બોડેલી ના મંજીપુરા પાસે આવેલ બોડેલી સામુહિક અરોગ્ય કેન્દ્ર ખાતે એક્સે – રે મશીન ના અભાવે દર્દીઓને હાલાકી દવાખાનામાં અનેક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈ સરકારી લાભ વિના દર્દીઓને  મોઢે પરત  ફરવાનો વારો આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સુવિધા પૂરી પાડવામાં આવે તેમ દર્દીઓ તેમજ નગરના આગેવાનો માંગ કરી રહ્યા છે  

બોડેલી તાલુકાના મંજીપુરા ગામે આવેલ  બોડેલી સામુહિક અરોગ્ય કેન્દ્ર કરોડોના ખર્ચે થોડાક સમય પહેલા જ બનાવવામાં આવ્યું છે પરંતુ દવાખાનામાં અનેક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના દર્દીઓનો સારવાર અર્થે અહીં આવતા હોય છે પરંતુ બોડેલી સામુહિક અરોગ્ય કેન્દ્રના નામ બડે અને દર્શન ખોતે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કરોડોના ખર્ચે કરી સરકારે આદિવાસી વિસ્તારના લોકોને લાભ મળે તે માટે દવાખાનાનું તો બનાવ્યું છે પણ તેમાં સુવિધાનો અભાવના નામે મીંડું જોવા મળી રહ્યું છે દવાખાનામાં સૌથી અગત્યની સુવિધા ગાયનેક જેવા ડોકટરની હોવા જોઈએ તે નથી જેને લઈ ગરીબ દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો આવ્યો આવ્યો છે જ્યારે સગર્ભા મહિલા સહિત પરીવારજનો દવાખાને જ્યારે દર્દીને લઈને આવે છે ત્યારે ખબર પડે છે અહીં તો ગાયનેક ડોકટર જ નથી જેની તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો વારો આવે છે આ ઉપરાંત એક્સરે મશીનની સુવિધાનો અભાવ છે ત્યારે દર્દીઓ અને તેમના સગા વાલા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકે સરકારી ગાયનેક ડોક્ટર અહીં મૂકવામાં આવે અને જે સાધનનો અભાવ છે એ સાધન પણ મૂકવામાં આવે જેથી કરીને આવેલા દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220827-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *