સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢમાં એક પતિને દારૂ પીવાની લત હોય પતિને પત્નીએ ના પાડતા મહિલા સાથે અવારનવાર મારપીટ કરવામાં આવતી હોય ત્યારે જિંદગીથી કંટાળી પીડિત મહિલાને છેલ્લો રસ્તો આત્મહત્યાનો વિચાર આવ્યો હતો તે જ સમયે સદનસીબે મદદઅર્થે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન જૂનાગઢ નવજીવન આપવા તત્પરતા દર્શાવી હતી.
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તાર માંથી એક પીડિત મહિલા દ્વારા મહીલા હેલ્પલાઇન 181 પર કોલ કરવામાં આવેલ હતો અને પીડિત મહિલાને તેમના જ પતિ ઝઘડો કરી મારપીટ કરી હેરાનગતિ કરતા હોય તેવી રજુઆત કરવામાં આવી હતી અને પતિને સમજાવા જણાવ્યુ હતું.
સત્વરે સજાગ ૧૮૧ મહિલા હેલ્પલાઇન જૂનાગઢની ટીમના કાઉન્સેલર અરુણા બેન કોલડીયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ અસ્મિતાબેન ગોંડલીયા તથા પાયલોટ રાહુલભાઈ ખાવડું સહિતની ટીમ સ્થળ પર પહોંચી પીડિત મહિલા તથા તેમના પતિને સાંભળી કાઉન્સેલિંગ કરતા જણાયેલ કે લગ્ન જીવનના 14 વર્ષનો સમય થયેલ છે અને સંતાનમાં બે બાળકો હોય અને ઘણા વર્ષથી તેમના પતિને દારૂ પીવાની ટેવ હોય અને થોડા સમયથી શારીરિક બીમારીથી પણ પીડાતા હોય અને ડોક્ટર દ્વારા પણ દારૂનું સેવન કરવાની મનાઈ કરેલ હોય છતાં પરિવારની જાણ બહાર દારૂનું પણ સેવન કરતા હોય જેથી પીડિત મહિલાને જાણ થતાં તે બાબતે વાત કરતા ઝઘડો કરવા લાગેલ અને અપશબ્દો બોલી મારપીટ પણ કરવા લાગેલ જેથી પીડિત મહિલાને લાગી આવતા આત્મહત્યા કરવાનું જણાવતા હોય જેથી પરિવાર દ્વારા સમજાવવાનો ઘણા પ્રયત્ન કરેલ હતા પરંતુ પીડિત મહિલા કોઈની પણ વાત સમજવા તૈયાર ન હોય ત્યારે સમજાવવા માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સહારો લેતા ૧૮૧ ટીમ દ્વારા પીડિત મહિલા ને શાંત્વના આપેલ અને કાયદાકીય માર્ગદર્શન આપેલ તથા લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે ચાલતા સેન્ટર વિશે માહિતી આપેલ હોય પરંતુ પીડિત મહિલા હાલ ફરિયાદ કરવા માંગતા ના હોય અને તેમના પતિ દારૂ નહીં પીવાની લેખિત સ્ટેમ્પ પેપર પર બાહેંધરી આપતા હોવાથી કુટુંબના બંને પક્ષ સભ્યો સાથે પણ પરામર્શ કરેલ બધાની સહમતિથી પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવેલ હોય અને પીડિત મહિલા ના મન માંથી આત્મહત્યાનો વિચાર દૂર કરવામાં સફળતા મળી હતી. સમગ્ર ઘટના બાદ પરિવારે બે બાળકોના માતા પિતા સાથેનો પરિવાર વિખરાતો અટક્યો હોવાના આનંદ સાથે ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


