બનાસકાંઠા
અમીરગઢ પાસે નદીઓ હાલમાં બે કાંઠે વહી રહી છે જે નદીઓમાં ન્હાવા પડવું મોતને નોતરું આપવા જેવું છે છતાં પણ લોકો જીવનું જાેખમ લઈ જઈ રહ્યા છે. ખાદેડો અને કલેડી આ ત્રણ નદીઓ જ્યાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે અને અમીરગઢથી સવનિયા જવા માટે આ રસ્તો છે જ્યાં એક કોઝવે બનાવેલો છે પરંતુ કોઝવેમાં પાણી જવા માટે નાળા ન મૂકતાં નદીનું પાણી કોઝવે ઉપરથી ચાલી રહ્યું છે જેથી લોકોને જીવના જાેખમે કોઝવે ઉપરથી પસાર થવું પડે છે, આવી જ રીતે કોઝવે ઉપરથી એક યુવક પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન તેઓ કોઝવે ઉપરથી પાણીમાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. એક દિવસ પહેલા બનાસ નદીમાં ડૂબી જતા દસ વર્ષીય બાળકનું કરુણ મોત થયું હતું અને વૃદ્ધનો જીવનનો આધાર છીનવાઈ ગયેલો હતો, ત્યારે સવાનીયાંનો આશાસ્પદ યુવક ત્રિવેણી સંગમ પાસે પાણીમાં ડૂબતા તેનું પણ મોત થયું છે. સ્થાનિક તરવૈયાઓએ યુવકને પાણીમાંથી કાઢી અમીરગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યા તેની તબિયત ગંભીર લાગત તેને પાલનપુર સિવિલ ખસેડ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું છે.અમીરગઢ પાસેથી પસાર થતી ત્રિવેણી સંગમ નદીઓ પરના કોઝવે પરથી એક યુવક પસાર થઈ રહ્યો હતો. ત્યારે કોઝવે પરથી યુવક પાણીમાં પડતાં તેનું મોત થયું છે. સ્થાનિક તરવૈયાઓએ યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યા તેનું મોત થયું છે.


