સુરેન્દ્રનગર
અમાસ નીમીતે ઠાંગા પ્રદેશના નાથ ભગવાન ઠાંગેશ્કરના દર્શન સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો આ જગ્યાએ દર્શન કરી અને જળાભિષેક કરવામાં આવે છે. ચોટીલાના ઠાંગા પ્રદેશના નાથ ભગવાન ઠાંગેશ્વરના દર્શન અને ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીયા દાદાના દર્શન કરવામાં આવે છે. અમાસે અહીંયા દર વર્ષે મેળાનુ આયોજન થાય છે. પણ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો યોજવામા નહોતા આવ્યા. આ વર્ષે મેળામા ઠાંગા પ્રદેશમા પોતાના પશુધન મા વર્ષ દરમ્યાન નવા જન્મેલા વચેરા, વચેરી, પાડા, પાડી, વાછરડા અને વાછરડીના નેવૈધ સુખડી દાદાને ધરાવવાનુ અનેરૂ મહત્વ છે. કોઈ કોઈ નાના બાળકોના પણ નિવેધ લઈ આવે છે. ઠાંગાનો તળપદી ભાષામા અર્થ થાય છે. મોટો ઢગલો(ઢગ) આ ઠાંગા પ્રદેશની લાંબી પર્વતમાળા એકબીજા પર એવી રીતે ગોઠવાયેલી છે કે, મોટા મોટા ઢગલા કુદરતે કર્યા હોય માટે જ આને ઠાંગો કહે છે. દર વર્ષ અહીયા ચોટીલા રાજવી દાદબાપુ નાનબાપુ ખાચર પરીવાર શીવજીને ગાજતે વાજતે ધજા ચડાવે છે.ચોટીલાના ઠાંગા વિસ્તારમાં આશરે ૫૦૦ વર્ષ જૂનું આવેલ છે. શિવાલય મંદિર ઠાંગેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના છેલ્લા દિવસે ચોટીલાના રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ધજા ચડાવવામાં આવે છે. ગઈકાલે પણ રાજવી પરિવાર દ્વારા ધજા ચડાવવામાં આવી હતી અને ઠાંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી.


