સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના થાનગઢના ત્રીનેશ્વર મંદિરે મોટી સંખ્યમાં ભક્તો દર્શને આવ્યા હતા અને મહાદેવના દર્શન કર્યા હતા. સાથે ત્યાં આવેલા પાણીના કુંડમાં ભક્તોએ સ્નાન પણ કર્યું હતુ. અમાસના દિવસે દાનનુ પણ એટલું જ મહત્વ હોય છે. તેથી લોકોએ દાન પણ કર્યું હતું. અહીંયા મંદિરના સાનિધ્યમાં પાણીનો કુંડ આવેલ છે. આ કુંડમાં ગંગા નદીના પાણીની વહેણ આવે છે. તેથી અહીંયા સ્નાનનું અનેરૂ મહત્વ છે. એટલે અમાસ અને ભાદરવા સુદ પાંચમના દિવસે લાખો શ્રધ્ધાળુઓ સ્નાન પણ કરે છે. આ જગ્યા ઉપર આવેલા મંદિરે ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડે છે અને મોડી સાંજ સુધી મહાદેવના દર્શન કરે છે.થાનગઢ ત્રીનેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ મહિનાના છેલ્લો દિવસે ભક્તોની ભારે ભીડ હોય છે. શ્રાવણી વદ અમાસના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં તરણેતરમાં આવેલા ત્રીનેશ્વર મહાદેવના મંદિરે હજારો ભક્તોએ દર્શન સાથે કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. આ જગ્યા ઉપર આવેલા મંદિરે ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડે છે.


