Gujarat

સાવરકુંડલા લીલીયાના વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના નેતા ભરતભાઈ નાકરાણી અને તેની ટીમ ચૂંટણી પ્રચાર ઝૂંબેશમા જરાય કચાશ ન રહે તે માટે સતત જહેમત ઉઠાવતી જોવા મળે છે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હવે આમ આદમી પાર્ટી આ ચૂંટણી પૂરી થાય ત્યાંસુધી પગ વળીને બેસવાની નથી ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પ્રવાસ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આમ પણ લોકસંપર્ક એ જ સાચું માધ્યમ છે ગ્રામ્ય સંસ્કૃતિનું. લોકો પણ હવે આ પ્રચાર અભિયાન અંતર્ગત એકઠા થઈને ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીની વિચારધારાને શાંતિથી સાંભળી અને વાગોળતાં પણ જોવા મળે છે. તારીખ
૨૭/૮/૨૦૨૨નાં રોજ સાવરકુંડલા લીલીયા વિધાનસભા નાં સિમરણ ગામે  આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્ર્મ યોજાયો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા…
આ તકે. આમ આદમી પાર્ટી સાવરકુંડલા ટીમમાંથી.
વિધાનસભા સંગઠન મંત્રી – વિશાલ રાદડિયા.અમરેલી જિલ્લા સંયુક્ત સચિવ – ભરત નાકરાણી.
સહ સંગઠન મંત્રી – ભરત સાવલિયા.
અમરેલી જિલ્લા કિસાન વિંગ ઉપપ્રમુખ – ભૂપત પરમારે  ગ્રામજનોને આવતી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને એક મોકો આપવા જાગૃત કરતાં જોવા મળ્યા.

IMG-20220828-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *