Gujarat

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામમાં ભીમનાથ મહાદેવ મંદિર, રામજી મંદિર તથા પાણીના ટાકા પાસે આવેલાં કષ્ટભંજન હનુમાન મંદિરે સ્વ.સવજીભાઈ મેઘજીભાઈ હિરાણીના સ્મરણાર્થે મનુભાઈ હીરાણી તરફથી ફોક્સ અર્પણ કરવામાં આવ્યા. આમ ધર્મ અને શિક્ષણ એ ભુવા ગામના માનવજીવનમાં ઠસોઠસ વણાયેલા છે એ બાબત પણ સ્પષ્ટ થઈ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
બસ આજ સાચી ઓળખ છે ભુવા ગામની શિક્ષણ સાથે ધર્મનું પણ અહીં ખૂબ આધ્યાત્મિકભાવથી જતન થાય છે.  શેરી, મહોલ્લા કે ઘરમાં જો થોડો સમય પણ લાઈટ ગુલ થાય તો કેવા અકળાઈ ઉઠીએ છીએ.!! આવી ભાવના સાથે ભગવાનને ઘેર રાત્રિના સમયે અંધકાર હોય તે થોડું ચાલે.? ઈશ્ર્વરનું મંદિર તો પ્રકાશથી ઝળહળતું જ હોવું જોઇએ. આ સંદર્ભને મનમાં રાખીને ભુવા ગામના ભીમનાથ મહાદેવ મંદિર, રામજી મંદિર તથા પાણીના ટાકા પાસે આવેલાં કષ્ટભંજન હનુમાન મંદિરે સ્વ. સવજીભાઈ મેઘજીભાઈ હીરાણીના સ્મરણાર્થે મનુભાઈ સવજીભાઈ હીરાણી તરફથી ફોક્સ અર્પણ કરવામાં આવ્યા..જો કે સમગ્ર જગતને પ્રકાશ આપનારાં ઈશ્ર્વર ખુદ સ્યંમ પ્રકાશિત જ હોય છે પરંતુ એક માનવીય ભાવથી ઈશ્ર્વરનાં આંગણે પણ અંધારું ન હોવું જોઈએ એવો ભાવ અહીં મહત્ત્વનો છે

IMG-20220828-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *