Gujarat

વેરાવળ ખાતે મણીબહેન કોટક  હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે  

ગિરગઢડા
 ભરત ગંગદેવ
:ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત કચેરી, ગીર સોમનાથ સંચાલિત તાલુકાકક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન તા.૦૧/૦૯ /૨૦૨૨ ના રોજ  શ્રીમતિ મણીબેન કોટક હાઇસ્કુલ વેરાવળ ખાતે સવારે ૦૯:૩૦ કલાકે યોજાશે.
    જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત/ ભજન , તબલા, હાર્મોનિયમ (હળવું) વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. વધુ માહીતી માટે અશ્વિનભાઇ કે. સોલંકી પ્રાંત યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી, ગીર સોમનાથનો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *