જામનગર
જામનગરના રામેશ્વરનગર વિસ્તારના કિષ્ના પાર્કમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતી મહિલા ઉપર કડીયાવાડમાં રહેતા વિશાલ ઉર્ફે ડેડુ કિશોરભાઈ લાખાણી નામના વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હતો. ફરીયાદી વકિલના ઘર પાસે આવી યુવકે બેફામ ગાળો બોલી માથાના ભાગે ચાવીઓના ચાર ધા ફટકારતા મહિલા વકીલને લોહી લુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતા. વકીલાતનો વ્યવસાય કરતા ફરીયાદી મહિલા વકીલ અને આરોપી વિશાલ વચ્ચે પ્રેમ સંબધ હતો અને બંને લીવીંગ રીલેશનમાં સાથે રહેતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રેમી વિશાલ અને મહિલા વકીલ વચ્ચે ઘરેલું અણબનાવ ચાલતો હોય જેને લઇ બપોરના ભાગે પ્રેમી વિશાલ મહિલા વકીલના ઘરે પહોંચી જઈ પોતાની કાર આપી દેવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. દેકારો બોલતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ દરમિયાન મહિલા વકીલને પ્રેમીએ માથાના ભાગે ચાવીના ઘા ફ્ટકારી દેતા લોહી લુહાણ હાલતમાં જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહિલા વકીલને ઇજા થતા ડોક્ટરે ટાંકાની સર્જરી કરી સારવાર અપાઈ હતી. બનાવની જાણ થતા સીટી-બી ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી જઈ બનાવની વિગત મેળવી હતી બાદ મહિલા વકીલની ફરિયાદ પરથી આરોપી વિશાલ લાખાણી વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬,(૨)તથા જી.પી એકટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનોં નોંધી આરોપીની ધરપકડના ચકો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ પો.કો જગદીશ મકવાણા ચલાવી રહ્યા છે. મહિલા ઉપર પ્રેમીના હુમલાને લઈ શહેરભરમાં ભારે ચર્ચા જાગી છે.


