સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આમ તો ગીજુભાઈની ખરા અર્થમાં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત ૨૦૦૮ થી થઈ. ૨૦૦૮ના રોજ આરતી નામની દિકરીનો જન્મ થયો અને પોતાના દિકરીના આ જન્મોત્સવ નિમિત્તે ગીજુભાઈએ આરતી નામથી પોતાની વ્યાવસાયિક સફર શરૂ કરી. આરતી ગૃહ ઉદ્યોગ નામે ફીનાઈલ તેમજ જીવનજરૂરિયાતની વસ્તુઓના એકદમ વ્યાજબી ભાવથી વેચાણ શરૂ કર્યું. ૨૦૧૨ માં સાવરકુંડલામાં આવેલ ગણેશ સોસાયટીમાં ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં તેમનો સિંહ ફાળો હતો. ૨૦૧૨ માં જ પોતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યું અને સતત બે વર્ષ જ્ઞાતિ વિકાસ માટે પ્રમુખ તરીકે સેવા આપી હતી. આ દરમિયાન તેમણે જ્ઞાતિજનોની નવી ડિરેક્ટરી પણ બહાર પાડી અને આ ડિરેક્ટરી રાજગોર જ્ઞાતિના ઘરે ઘરે પહોંચતી કરી. ૨૦૧૪ સ્વાઈન ફ્લૂના ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરેલ. આ સમયે ગણેશવાડીમાં કે જ્યાં તેઓ રહેતાં હતાં તેવા વિસ્તારમાં રીક્ષા કે ૧૦૮ પ્રવેશી શકે તેવી સ્થિતિ ન હતી તેવા સમયે તંત્રની યોગ્ય સ્થાને ધારદાર રજૂઆત કરી અને રોડ રસ્તા ગટર સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં મહત્વનું યોગદાન આપેલ. ૨૦૧૬માં ચાર આંગણવાડીના બાળકોને સ્કૂલબેગ કિટનું વિનામૂલ્યે વિતરણ કરેલ. દર મકરસંક્રાંતિએ કૂતરાને દૂધ, બિસ્કિટ અને દવાનું વિતરણ કર્યું. કોરોના કાળમાં હોમ કવોરન્ટાઈન થયેલ સરકારના આદેશ મુજબ જીવન જરૂરિયાતની વસ્તુઓની હોમ ડિલીવરી ફ્રી આપેલ. નાસ લેવાના મશીન, સેનિટાઈઝરનો વ્યાજબી ભાવે વિતરણ કર્યું. વોર્ડ નંબર પાંચના અપક્ષ ઉમેદવારી કરી અને એકલા હાથે પ્રચાર કરી ૫૮૦ મત મેળવ્યા. આ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની ભલે હાર થઈ પરંતુ મનથી જીત હાંસલ કરી. હાલમાં લંપી વાયરસની મહામારીમાં અસરકારક દવા નિશુલ્ક સેવા વિતરણ કે જે દવા જય આરાધ જય મામાપીર સુખપુર વાવડીના તરફથી વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવે છે જેનું અહીં પોતાના વ્યાવસાયિક સ્થાને વ્યવસાયને એક બાજુ મૂકીને પણ આ દવા વિતરણનું સેવા કાર્યો કરતાં જોવા મળે છે. હાલમાં લોકલ ફોર વોકલ જેમાં ફિનાઈલ, લીકવીડ જેવી જીવન જરૂરિયાતની પ્રોડક્ટ એકદમ વ્યાજબી ભાવે વેચાણ કરતાં જોવા મળે છે. અને સૌરાષ્ટ્રની અનોખી ઓળખ સમી ભજીયા અને એ પણ ખૂબ વ્યાજબી ભાવથી પોતે સ્યંમ બનાવી હેલ્થ હાઈજીનના ચુસ્ત આગ્રહી પોતે જ હસતાં મુખે કસ્ટમરને પીરસતાં જોવા મળે છે. આમ એક આત્મનિર્ભર, ખુદદાર વ્યક્તિત્વ અને કબીરજીના શબ્દોમાં કહીએ તો કામ સાથે સેવા એ જ સૂત્ર સાથે કદીપણ હાર નહીં માનનારા જીવનના અનેક કપરાં પડકારોનો બહાદુરીથી સામનો કરી જિંદગી ઔર કુછ નહીં ગીજુભાઈ — એક શ્રમયોગીકી કહાની હૈ.


