Gujarat

છેલ્લા એક માસથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગૌ માસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ.

ઘર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન નાયબ પોલીસ અધીક્ષક એ.વી.કાટડ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા નારતા ફરતા તથા પકડવાના બાકી હોઇ તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજ્ય બહારના આરોપીની ધરપકડ કરી અસ૨કા૨ કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખા ઈન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.કામળીયા નાઓને મળેલ બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પાર્ટ B૧૧૧૧૮૪૦૦૨૨૨૦૬૫૬/૨૨૨ ઇ.પી.કો કલમ ૨૯૫, ૨૯૫-ક તથા પશુસરંક્ષણ ધારા અધિનિયમ ૨૦૧૧ તથા સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ ૫, ૬ (૬),૬-(ખ), (૮-૨) (૮-૪) તથા કલમ ૧૦ તથા પશુ પ્રત્યે ઘાતકીપણા એક્ટની કલમ ૧૧ (બી)(ડી)(ઇ)(એફ)(એચ)(એલ)(કે) તથા M.V.Act. કલમ ૧૮૪, ૧૭૭, ૧૯૨ મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને ગોધરા ખાતેથી ઝડપી પાડવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220830_164148.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *