જેમાં બોડેલીની નદી કિનારે આવેલા સ્મશાન અને કબ્રસ્તાન માં વરસાદી પુર ને લીધે થયેલા નુકશાન ની ચર્ચા થઈ હતી. જ્યારે અલી ખેરવામાં તો પ્રશ્નોની વણઝાર ઉઠી હતી. ચોમાસા માં વરસાદી પાણી નો યોગ્ય નિકાલ સાંકડી હરક્લી કોતર ને લીધે થતો નથી. તો દબાણ દૂર કરવા સાથે પાઈપ ને બદલે ચેમ્બર નાખવા સહિત ના વિકલ્પો ની ચર્ચા થઈ હતી. બન્ને પ્રશ્નો ગંભીર હોવાથી સ્થળ નિરીક્ષણ પણ થયું હતું.
અલીપુરામાં કચેરી ભાડે ચાલતી હોય પંચાયતનુ મકાન મંજૂર થયું છે તેની જમીન માટે ચર્ચા થઈ હતી. જૂના આરોગ્ય કેન્દ્ર સ્થળે આયોજન કરવાની માંગ ઉઠી હતી. બોડેલી કુમાર શાળામાં પણીના નિકાલ અને રસ્તાની સમસ્યાનો પ્રશ્ન પણ ઉઠ્યો હતો.
ચારેય પંચાયતો એ સંકલન રાખી વિકાસ કાર્યોને વેગ આપવાની ડી ડી ઓ એ માર્ગદર્શન આપ્યું .
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


