શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર તા.કુકાવાવ – વડીયા જિ.અમરેલી ની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર છેલ્લા દસ વર્ષથી દર શનિવારે રાત્રે 08 થી 09 ના સમયે એક કલાક ચાલતી નોન સ્ટોપ અખંડ રામધૂન તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૨ ને બુધવારના રોજ ૧૧ માં વર્ષ માં પ્રવેશતા દર વર્ષની જેમ ૩૧ ઓગસ્ટ ના સવાર ના ૭-૦૦ થી ૮-૦૦ સુધી ના સમય માં બાવન ગજની ધજા ચઢાવવા માટે સામૈયા, પૂજન, અર્ચન, દર્શન, આરતી, પ્રસાદ શ્રી કાનજીભાઈ છગનભાઈ વસાણી જંગરવાળા તરફથી વિધિ પૂર્ણ કર્યા બાદ ચઢાવવામાં આવશે.અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ જંગર ની કૃપા થી તેમના સુપુત્ર ચિ.કલ્પેશ ને ત્યાં તેમના ધર્મપત્ની ચિ.હેતલ ના કુખે શ્રી લક્ષ્મી સ્વરૂપા શ્રીજાબેન નો જન્મ થતા શ્રીજાબેન ની ભારોભાર સાકર દાદા ને ધરવામાં આવશે.અને બાળકો ને ચોકલેટ આપી વિશેષ ખુશ કરવા માં આવશે.તેમજ સવાર માં ભાવિકો માટે ચા પાણી ની વ્યવસ્થા પણ તેમના તરફથી કરવામાં આવશે.ધ્વજારોહણ કાર્યક્રમ બાદ સવારે ૮-૦૦ થી બીજા દિવસના સવાર ના ૮-૦૦ સુધી દિવસ અને રાત ચોવીસ કલાક નોન સ્ટોપ અખંડ રામધૂન નું પણ આયોજન કરાયું છે. જે દરમિયાન આમંત્રિત મહેમાનો, ભાવિકો અને દર્શનાર્થીઓ માટે ચા પાણી અને પ્રસાદ (ભોજન) ની સહીત ની વ્યવસ્થા અને ૩૧ મી ઓગસ્ટ ૨૦૨૨ ના બપોરના મહાપ્રસાદ ની વ્યવસ્થા સંકલ્પ કર્તા શ્રી રામરસિકદાસજી સદ્ ગુરુ શ્રી ૧૦૦૮ શ્રી રામપ્રિયાદાસજી મહારાજ (અયોધ્યા) ( રસિકભાઈ નિમાવત પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર આચાર્ય સંઘ રાજકોટ) ના ધર્મપત્ની રીટાબેન અમૃતલાલ કુબાવત (આચાર્ય રાજકોટ શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સ્વામિ વિવેકાનંદ પે સેન્ટર પ્રાથમિક શાળા નં.૭૨ આર્યનગર ) તા.૩૧-૧૨-૨૦૨૧ ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા.અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ જંગર ની કૃપા થી નાણાં સંલગ્ન એંસી ટકા કામ પૂર્ણ થતાં ખુશાલી રૂપે ૨૪ કલાક ચાલતી નોન સ્ટોપ અખંડ રામધૂન માં સૌ ને પ્રસાદ ના રૂપ માં જમાડવા માં આવશે.તો અલભ્ય અને અમુલ્ય લ્હાવો લેવા સૌ ને જાહેર આમંત્રણ પાઠવેલ છે.૩૧ મી ઓગસ્ટ ના રોજ રામધૂન ના સમય માં જ સવાર ના ૯ થી ૧૧ અને બપોર ના ૩ થી ૬ ના સમય માં હાથ અને પગ ના સાંધા ના દુખાવા માટે નો આયુર્વેદિક નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે.જેમા વિશેષ માર્ગદર્શન અને જરૂરી ઔષધિ ( દવા) વિના મૂલ્યે આપવામાં આવશે.તો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે જાહેર આમંત્રણ છે.રામધૂન ની પૂર્ણાહુતિ માં સવારે તા.,૦૧-૦૯-૨૦૨૨ ના રોજ શ્રી પ્રવીણભાઈ મગનભાઈ વાજા તરફથી થાળ ધરવામાં આવશે.તેમજ ૩૦-૦૮-૨૦૨૨ ના રોજ શ્રી બાબુભાઈ દેવશીભાઇ ગુણા ના સુપુત્ર ચિ કૌશિક ના જન્મ દિવસ ના અનુસંધાને શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ જંગર ને થાળ ધરવામાં આવશે અને આશિર્વાદ મેળવવા મા આવશે.જેમાં સમગ્ર નિમાવત પરિવાર સહીત ગ્રામજનો અને મહેમાનો ઉપસ્થિત રહશે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


