જેતપુર તાલુકા ના પેઢલા ગામની બહાર આવેલ ગોકુલ નગર સોસાયટી મા રહેતા લોકોએ આજે પેઢલા રસ્તા ઉપર આવી મહિલાઓ એ હલ્લા બોલ પાણી આપો પાણી આપો ના નારા લગાવીયા અને પ્રાથમિક સુવિધાની માંગ કરી હતી
જેતપુરનાં પેઢલા ગામ ની બહાર આવેલ ગોકુલનગર ના રહીશો છેલ્લા દસ વર્ષથી અહીંના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓ પાકા રોડ. ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ અને પાણી વિતરણ મળી શકતુંનો હોઈ આજે છેલ્લા દસ વર્ષ થી ગોકુલ નગર સોસાયટી ના રહીશોએ અનેક વખત રજૂઆત કરવામાં આવી રહ્યું હોવા છતાં ગ્રામ પંચાયતને અને ગોકુલનગર ના રહીશો તમામ પ્રકાર ના ગ્રામ પંચાયત ને વેરા ભરતા હોઈ છતાં પણ આજ સુધી સુવિધાઓ થી વંચિત હોઈ આજે ગોકુલ નગર ના રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો જેમાં આજે આપપાર્ટી ના હોદેદારો પણ પેઢલા ખાતે આવી ગ્રામપંચાયત ને તમામ સુવિધા આપવામાં માટે રજૂઆત કરવા આવી હતી આ તકે ગ્રામ પંચાયત ના જણાવ્યા અનુસાર ગોકુલ નગર મા જે પાણી ની ટાંકી આવેલ હોઈ તે ઉંચી હોઈ અમો પાણી વિતરણ કરી શકતા ન હોઈ જેના કારણે નવી પાણીની ટાંકી માટે માટેની ગ્રાન્ટ મંજુર કરાવ્યા બાદ આ વિસ્તારમાં પાણી છે તે વિતરણ થઈ શકે તેવું જણાવ્યું હતું


