Gujarat

ઉના – ગીર ગઢડા તાલુકા માં વસવાટ કરતા સમસ્ત મારૂ કુંભાર સમાજ ના ૩૦ માં સમૂહલગ્ન માટેની મીટીંગ મળી સમાજ ના પ્રમુખે સામાજિક બંધારણ બનાવવા સૂચનો મંગાવ્યા.

દરેક સમાજની સમસ્યા ઉકેલ માટે મા – બાપની મરજી વિરુદ્ધ થતા લગ્નને ગેર લાયક ઠરાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવશે – પ્રકાશભાઈ ટાંક
   ગિરગઢડા
   ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લાના ફક્ત ઉના – ગીર ગઢડા તાલુકાના અમુક ગામડામાં વર્ષો થી વસવાટ  કરતા અને ખેતી કામ સાથે સંકળાયેલ મારુ કુંભાર સમાજ ઉના તાલુકાના ખાપટ, ઉના, કંસારી, વાવરડા, ભાચા, ભડીયાદર, વાજડી તેમજ ગીર ગઢડા તાલુકાના કાંધી, પડા, અંબાડા, જુનાઉગલા, ધોકડવા અને આ વિસ્તારમાંથી ધંધાર્થે દીવ, વેરાવળ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત, વાપી, સેલવાસ, વલસાડ, મુંબઈ તેમજ વિદેશમાં વસવાટ કરતા ડાંગોદરા, નંદવાણા, કીડેચા, માળવી, ટાંચક, ગોહિલ (ગોલા), ભીલવાળા, ચાંદોરા, કોટવાળ, નાંડોળા અને ટાંક અટક ધરાવતા મારૂ કુંભાર સમાજના ૩૦ માં સમૂહલગ્ન ઉત્સવનું આયોજન માટેની અગત્યની મીટીંગ કાંધી મુકામે હરિભાઈ ભાણાભાઈ નંદવાણા નાં નિવાસ સ્થાને મળેલ. આ સમૂહ લગ્નનાં મુખ્ય દાતા સ્વ. ભગવાનભાઈ વાઘાભાઈ નંદવાણા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવશે.   અત્યાર સુધીમાં 16 લગ્નની નોંધણી થઈ ચૂકી છે.
મિટિંગની સરૂઆત દીપ પ્રાગટ્ય સ્વાગત પ્રવચન બાદ છેલ્લા થોડા સમય  દરમિયાન મૃત્યુ પામેલ તેમજ દેશની સરહદ પર વીરગતિ પામનાર  સદગતના આત્માને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ત્યારબાદ સમૂહલગ્ન નાં નિયમો નું વાંચન અને દાતાઓ માટે અપીલ કરવામાં આવેલ. સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ટાંક દ્વારા સમાજના બંધારણ બનાવવા માટે ની ચર્ચા કરવામાં આવી હતી સાથે દિન પ્રતિદિન આપણી સંસ્કૃતિ વિરુદ્ધ મા – બાપ અને પરિવાર ની મરજી વિરુદ્ધ થતા લગ્નને ગેર લાયક ગણી  કાયદો બનાવવા માટે ઉપસ્થિત તમામ લોકોએ અનુમોદન આપ્યું હતું. આ મીટીંગ ને સફળ બનાવવા માટે કાંધી ગામના ક્રિષ્ના યુવક મંડળ નાં તમામ સભ્યોએ જહેમત ઊઠાવી હતી

IMG-20220830-WA0336.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *