National

અંકિતા હત્યાકાંડમાં રાંચી હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી

ઝારખંડ
ઝારખંડના દુમકાના અંકિતા હત્યાકાંડ મામલે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે. હાઇકોર્ટે આ કેસમાં ડીજીપીને બોલાવ્યા છે. ડીજીપીએ આ મામલે કોર્ટમાં અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહીની જાણકારી આપીને પોતાનો પક્ષ રાખ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન પીડિતાના પરિવારની સુરક્ષા બંદોબસ્ત કરવાનો આદેશ આપ્યો છે. અંકિતા સિંહ અને ચતરાની એસિડ પીડિતા મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ અરજી કરી છે. મળતી માહિતી પ્રમાણે, બે લોકોની ટીમ સાડા પાંચ વાગ્યે ઝારખંડની રાજધાની રાંચી પહોંચી છે. એનસીડબલ્યૂની ટીમ અધિકારીઓ સાથે તેમની કાલે બેઠક યોજશે. એનસીડબલ્યૂની ટીમ આવતીકાલે દુમકા પહોંચશે અને આ કેસ મામલે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. ઉલ્લેખનીય છે કે, ૨૩ ઓગસ્ટે એકતરફી પ્રેમમાં પાગલ શાહરુખે અંકિતા પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. આ ઘટના વખતે અંકિતા ઊંઘી રહી હતી. શાહરુખ બારીમાંથી પેટ્રોલ છાંટી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં અંકિતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ૨૮ ઓગસ્ટે રાંચીની રિમ્સ હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ અંકિતાનો અંતિમ વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કહે છે કે, જે રીતે હું મરી તે રીતે શાહરુખને પણ મોત મળે. આ ઘટના પછી ઝારખંડ અને ખાસ કરીને દુમકાના લોકો ગુસ્સામાં છે. અંકિતા હત્યાકાંડને લઇને ઝારખંડની હેમંત સરકાર પર પણ દબાણ છે. આ કેસની તપાસ માટે સરકારે દુમકા એસપીની આગેવાનીમાં જીૈં્‌ બનાવી હતી. ત્યારે સીઆઇડી અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ કેસમાં સ્થાનિક લોકો સતત એસડીપીઓને બરતરફ કરવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં ભાજપ ખૂબ જ આક્રામક બની છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *