Gujarat

નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક કાર સવાર પરિવારને અકસ્માત નડ્યો

* નેત્રંગ તાલુકાના રમણપુરા ગામ નજીક કાર સવાર પરિવારને અકસ્માત નડ્યો

* માર્ગ ઉપર પડેલ ખાડો બચાવવા જતા કાર ડેમના પાણીમાં ખાબકતા ત્રણ લોકોના મોત

* મહિલા તલાટી તેઓના પતિ અને ચાર વર્ષની બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ

તા.૦૧-૦૯-૨૦૨૨ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ રાજપીપળાના વડીયા ગામ પાસે આવેલ સત્યમ નગરમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી લવઘણ ઉક્ક્ડીયાભાઈ વસાવાનો ૩૪ વર્ષીય પુત્ર સંદીપકુમાર લવઘણ વસાવા નેત્રંગ ગામના માંડવી રોડ ઉપર આવેલ ગોકુળધામ ખાતે પત્ની યોગીતાબેન સંદીપકુમાર વસાવા અને ૩ વર્ષીય પુત્રી માહી સાથે રહે છે.પત્ની યોગીતાબેન વસાવા કામલીયા ગામ ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે સેવા બજાવે છે.જેઓ ગતરોજ પતિ સંદીપ વસાવા સાથે ગાડી નંબર-જી.જે.૨૩.એ.એન.૨૫૩૯ લઇ કોડવાવ નજીક આવેલ ગજાનંદ હોટલ ખાતે જમવા ગયા હતા.ત્યાંથી ઘરે પરત આવી રહ્યા હતા જે દરમિયાન નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ ઉપર કુપ ગામના બસ સ્ટેન્ડ પાસે ખાડામાં ટાયર પડતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર બલદવા ડેમની ખાડીમાં ખાબકી હતી.અકસ્માતમાં કારમાં સવાર દંપતી અને ૩ વર્ષની પુત્રી ડુબી જતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે નેત્રંગ પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતકોના મૃતદેહને પીએમ અર્થે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે માર્ગ ઉપર પડેલ ખાડો એક પરિવારના ત્રણ સભ્યોને ભરખી જતા પરીવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

* બોક્સ :- પો.કમીૅઓએ જીવના જોખમે મૃતદેહને બહાર કાઢ્યા

નેત્રંગના રમણપુરા ગામે ગાડી ડેમમાં ખાબકી ગયાની જાણ નેત્રંગ પો.સ્ટેશનના પો.કમીઁ વિજયસિંહ મોરી અને સાહિલ યાદવ સહિત અન્ય પો.કમીંને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.રાત્રીના અંધકારના સમયે ૧૦ ફુટથી ઉડા પાણીમાં કોઈપણ પ્રકારની સેફ્ટી વગર પાણીમાં છલાંગ લગાવી ભારે જહેમત ઉઠાવી ગાડીનો દરવાજો ખોલી ગાડીમા સવાર રાહદારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.નેત્રંગ પો.કમીંઓએ પોતાના જીવને જોખમમાં મુકી કામગીરી કરતાં નજરે જોનારોએ પો.કમીંઓને અભિનંદન પાઠવ્યા હતા.

* ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

IMG-20220901-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *